કાજોલે વૃક્ષારોપણ કર્યું; ચાહકોને આપ્યો સ્વચ્છ પર્યાવરણનો સંદેશ…

બોલીવૂડ અભિનેત્રી કાજોલ દેવગને 3 ઓગસ્ટ, શનિવારે મુંબઈ નજીકના લોનાવલામાં એમનાં પુત્ર યુગ, માતા તથા પીઢ અભિનેત્રી તનુજા અને બહેન તનિષા મુખરજી તથા અભિનેતા જેકી શ્રોફ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એમણે એમનાં હાથે માટીમાં છોડનું રોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન તનિષાની બિનસરકારી સંસ્થા 'સ્ટેમ્પ' દ્વારા ભારતીય નૌકાદળના અધિકારીઓના સહયોગમાં કરવામાં આવ્યું હતું. કાજોલે કહ્યું કે, '1 અબજ 37 કરોડ લોકો માટે માત્ર 21.54 ટકા વૃક્ષોનું કવચ છે. સ્વસ્થ અને સ્વચ્છ પર્યાવરણ માટે વધુ ને વધુ વૃક્ષો રોપવા જરૂરી છે.' જેકી શ્રોફે કહ્યું કે, 'પર્યાવરણનું રક્ષણ કરવાની આપણી જવાબદારી છે માટે જ આજે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યો છું.'
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]