કોચીમાં પીએમ મોદીએ ઉદઘાટન કર્યું દેશની પ્રથમ વોટર મેટ્રો બોટસેવાનું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 એપ્રિલ, મંગળવારે કેરળના કોચી શહેરમાં દેશની પ્રથમ અને વર્લ્ડ ક્લાસ એવી કોચી વોટર મેટ્રો સેવાનું ઉદઘાટન કર્યું હતું. આ બોટ સેવા કોચી જિલ્લામાં તેમજ એની આસપાસના 10 ટાપુઓને જોડશે. આ સેવા માટે 78 ઈલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ તૈયાર કરાયા છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ રૂ. 1,136.83 કરોડનો ખર્ચ થયો છે.

(તસવીર સૌજન્યઃ @CMOKerala)

વડા પ્રધાન મોદીએ કેરળના પાટનગર શહેર તિરુવનંતપુરમમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન તિરુવનંતપુરમ સેન્ટ્રલ અને કાસરગોડ વચ્ચે દોડે છે.