GalleryEvents કોરોના સામે રેલવેનો જંગઃ ટ્રેનમાં બનાવ્યા આઈસોલેશન કોચ… March 29, 2020 દેશ તથા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસનો ફેલાવો રોકવા ભારતીય રેલવે સતત ખડે પગે છે. ક્વોરન્ટાઈન કરાતા દર્દીઓની સારવાર કરી શકાય એ માટે રેલવેએ મહારાષ્ટ્ર તેમજ ઉત્તર પ્રદેશમાં ટ્રેનોમાં કેટલાક ડબ્બાને આઈસોલેશન કોચ, પેશન્ટ કેબિન બનાવી દીધા છે. રેલવેએ આવી 6,300 આઈસોલેશન પથારીઓ તૈયાર કરી દીધી છે. કોરોના સામેના યુદ્ધ માટે ‘જીવનરેખા એક્સપ્રેસ’ સજ્જ બની ગઈ છે. રેલવેએ ડબ્બામાં વચ્ચેની બર્થને એક બાજુએથી દૂર કરી દીધી છે. બર્થની ઉપર ચડવા માટેની સીડી પણ હટાવી દેવામાં આવી છે. ટ્રેનમાંના શૌચાલયમાં સુધારા કરવામાં આવ્યા છે.