દેહાતી મજૂરોની હાલત કફોડી, શહેરોમાંથી ગામ તરફ હિજરત…

ભારતમાં કોરોના વાઈરસનો રોગચાળો રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 25 માર્ચથી 21 દિવસ સુધી સમગ્ર દેશને લોકડાઉન કરવાની જાહેરાત કર્યા બાદ શહેરોમાં કામ કરવા આવેલા રોજિંદા વેતનવાળા મજૂરો અને એમના પરિવારજનોની હાલત કફોડી થઈ ગઈ છે. આવા મજૂરોએ અનેક શહેરોમાંથી પોતપોતાના ગામ ભણી જવા હિજરત શરૂ કરતાં દયાજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટ્રેનસેવા અને બસસેવા બંધ થવાથી આવા મજૂરો પગપાળા જતા જોવા મળ્યા છે. કોરોનાનો ફેલાવો રોકવા એક તરફ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ મજૂરોની સામુહિક હિજરતે દર્દનાક દ્રશ્યો ખડા કર્યા છે.


મજૂરોનું કહેવુ છેઃ 'અમે કોરોના વાઈરસથી ડરીને નહીં, પણ ભૂખમરાથી ડરીને ભાગી રહ્યાં છીએ, અમારા વતન પાછા જઈ રહ્યા છીએ.'