માફી માગું છું, પણ લોકડાઉન સિવાય રસ્તો નહોતોઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન  કી બાત‘ દ્વારા દેશને સંબોધિત કર્યો હતો. તેમણે સૌપ્રથમ દેશભરમાં જનતાથી આ લોકડાઉન અને લોકોને થનારી હેરાનગતિ માટે માફી માગી હતી. મને વિશ્વાસ છે કે તમે મને જરૂર માફ કરશો. ગરીબ ભાઈ-બહેનોની પણ માફી માગું છું. તમારી મુશ્કેલીઓ હું સમજી શકું છું, પણ દેશની 130 કરોડની વસતિને બચાવવા માટે આ પગલું ભરવું અત્યંત જરૂરી હતું. આના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. આ રોગને પ્રસરતો અટકકાવવા માટે અને એનાથી થતા નુકસાનને ઓછું કરવા માટે લોકડાઉન કરવું પડ્યું હતું, એમ તેમણે કહ્યું હતું.

કોરોના વાઇરસથી વિશ્વને કેદ

વડા પ્રધાને મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે કોરોનાથી દેશવાસીઓને બચાવવા માટે કડક પગલાં લેવાં આવશ્યક છે. વિશ્વની હાલત જોયા પછી લાગ્યું હતું કે આનાથી બચવાનો એકમાત્ર રસ્તો લોકડાઉન છે. કોરોનાવાઇરસે વિશ્વને કેદ કર્યું છે. એ દરેક પ્રકારના પડકાર આપી રહ્યો છે. આ વાઇરસ વ્યક્તિને મારવાની જીદ લઈને આવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો સાથે સંવાદ સાધતાં નીચેની વાત કરી હતી…

 • તેમણે સૌ પહેલાં લોકડાઉન કરવા બદલ દેશની જનતાથી માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસનો ચેપ અટકાવવા માટે લોકકડાઉનનો કડક નિર્ણય લેવો પડ્યો હતો.
 • તેમણે કહ્યું હતું કે વિશ્વની હાલત જુઓ. તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે આ એક જ રસ્તો બચ્યો હતો. અનેક લોકો મારાથી નારાજ હશે કે કેવી રીતે બધાને ઘરમાં બંધ કરી દીધા છે. તમને જે અસુવિધા થઈ છે. એના માટે ક્ષમા માગું છું
 • બધાએ ભેગા મળીને માનવ જાતિએ એકજૂટ થઈને આ વાઇરસને ખતમ કરવાનો સંકલ્પ લેવો પડશે.
 • તમારે લક્ષમણરેખાનું પાલન કરવું પડશે, જો નહીં પાળો તો તમને જ નુકકાન થશે.
 • વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ વધારો અને ઇમોશનલ ડિસ્ટન્સિંગ ઘટાડો, સંબંધોને મજબૂત કરવાનો આ સમય છે.
 • કોઈ કાયદો, કોઈ નિયમ તોડવા ઇચ્છતું, પણ કેટલાક લોકો હજી આવું કરી રહ્યા છે. આ લોકો પરિસ્થિતિની ગંભીરતા નથી સમજી રહ્યા.
 • વડા પ્રધાન કહ્યું હતું કે કેટલાક લોકો આઇસોલેશનમાં રહેતા લોકો અથવા હોસ્પિટલો વગેરેમાં કતામ કરતા લોકો સાથે ખરાબ વ્યવહાર કરે છે. હાલ તેમની સાથે સહાનુભૂતિ રાખો અને તેમને સહકાર આપો.
 • કેટલાક લોકો જે કોરોનાથી સંદિગ્ધ છે, તેમની સાથે પણ દુર્વ્યવહાર કરી રહ્યા છે. તેમની સાથે સહાનુભૂતિ રાખો અને તેમની મુશ્કેલીઓ સમજવાનો પ્રયાસ કરો
 • કોરોનાથી લડવાનો મતલબ સોશિયલ ડિસ્ટન્સિંગ છે, પણ એનો અર્થ એવૌ નથી કે સોશિયલ ઇન્ટરેક્શનને ખતમ કરવાનો છે.
 • આ સમય સંબંધોમાં તાજગી લાવવાનો છે, પ્રાણ ફૂંકવાનો છે. આ સમય સોશિયલ ડિસ્ન્સિંગ ઘટાડવાનો અને ભાવનાત્મક ડિસ્ન્ટન્સ ઘટાડવાનો છે.
 • કોરોનાની સામે જંગ એટલે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ છે અને આ જંગમાં આપણે જીતવાનો છે.
 • રોગ અને શત્રુને ઊગતો જ ડામી દેવો જોઈએ એમ બીમારી અને એના પ્રકોપથી શરૂઆતમાં જ ઉપચાર કરવો જોઈએ. ત્યાર બાદ રોગ એસાધ્ય થઈ જાય અને સારવાર મુશ્કેલ બની જાય છે. આજે સંપૂર્ણ ભારત એમ જ કરી રહ્યું છે.
 • કોરોના સામેના જંગમાં અનેક યોદ્ધા એવા છે કે જે ઘરોમાં નહીં, ઘરથી બહાર નીકળીને આ વાઇરસનો મુકાબલો કરી રહ્યા છે, જે આપણા ફ્રન્ટ લાઇન સોલ્જર્સ છે. તેમનાથી આપણે પ્રેરણા લેવાની છે.
 • કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે કે વિદેશથી આવેલા અથવા એરલાઇનના કર્મચારીઓ સાથે કેટલાક લોકો ખરાબ વર્તન કરી રહ્યા છે. આ સિવાય એરલાઇન્સમાં કામ કરતી મહિલાની માતાને દુકાકનદારે ચીજવસ્તુઓ આપવાનો ઇનકાર કરી દીધો.
 • કેટલાક લોકએ પોતાના ભાડૂઆતોને ઘર છોડવાની ધમકી આપી દીધી છે. ઉદેપુરમાં હોસ્પિટલમાં કામ કરતા લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના ઘર છોડી દે.
 • કેટલાક એવા મામલા સામે આવ્યા છે કે કોઈ વ્યક્તિને કોરોનાની શંકા હોય તેનાથી તેનાં સગાવહાંલાઓએ એ લોકોથી ભાવનાત્મક અંતર બનાવી લીધું.  

 

 

વડા પ્રધાન મોદીએ એ પણ કહ્યું હતું કે તમારે બહાર નહીં જવાનું એનો મતલબ એ નથી કે તમે તમારી અંદર (અંતરાત્મા) પણ ના જુઓ. તમે હાલ તમારા જૂના શોખ અને યાદોને તાજા કરી શકો છે. આ સિવાય સંબંધોને વધુ મજબૂત પણ કરી શકો છો. વડા પ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં એ લોકોથી વાત કરી હતી, જેમણે કોરોનાથી મુક્ત થયા હતા અને એ લોકો સાથે પણ વાત કરી હતી કે જે લોકો હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે.