આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટ, સોમવારે અમદાવાદ શહેરમાં શ્રીમંત, મધ્યમ અને ગરીબ, એમ તમામ વર્ગનાં લોકોએ 76મા સ્વતંત્રતા દિવસની પરંપરાગત ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરી. આ અવસરે રાજ્ય તેમજ કેન્દ્ર, એમ બંને સરકારની કચેરીઓ અને સંસ્થાઓ, બેન્કો, રહેણાંક વિસ્તારો, સહકારી સંસ્થાઓ, સાબરમતી નદીના બ્રિજને તિરંગાથી સજાવવામાં આવ્યા છે. કેટલીક ઇમારતો પર વિશાળ તિરંગાની ડિઝાઈન સાથે રોશની પણ કરવામાં આવી છે.
સી.જી રોડ પર આવેલા કોમ્પલેક્ષને તિરંગાથી શણગારવામાં આવ્યો છે.
એલિસ બ્રિજ, સુભાષ બ્રિજને રોશનીથી શણગારવામાં આવ્યા છે.
વંદેમાતરમ રોડ પાસેની નવનિર્મિત ઇમારતને આઝાદીના અમરપાત્રોથી સજાવી વિશાળ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે.
15મી ઓગસ્ટ અને આઝાદીના 75 વર્ષની સમાપ્તિએ અમૃત મહોત્સવના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ની સાથે રહેણાંક સોસાયટીઓ, વાહનો ઉપર પણ નાના-મોટા તિરંગો લહેરાતા જોવા મળી રહ્યા છે.
ઠેરઠેર અનેક ગરીબ લોકો પણ પેટિયું રળવા માટે રાષ્ટ્રધ્વજ વેચીને ગર્વથી સ્વાતંત્ર્ય દિવસ ઉજવતા જોવા મળ્યા. ઠેરઠેર અનેક ગરીબ લોકો પણ પેટિયું રળવા માટે રાષ્ટ્રધ્વજ વેચીને ગર્વથી સ્વાતંત્ર્ય દિવસ ઉજવતા જોવા મળ્યા.
(પ્રજ્ઞેશ વ્યાસ)