ઈજિપ્તમાં સર્વોચ્ચ રાજનૈતિક એવોર્ડ દ્વારા પીએમ મોદી સમ્માનિત

ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તહ અલ-સીસીએ રવિવાર, 25 જૂને પાટનગર કેરોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશનો સર્વોચ્ચ રાજકીય પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’ આપીને એમનું બહુમાન કર્યું હતું. મોદી આફ્રિકા ખંડના આરબ દેશ ઈજિપ્તની બે દિવસની મુલાકાતે આવ્યા છે.

પીએમ મોદીને આપવામાં આવેલો ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’ એવોર્ડ. પીએમ મોદીને દુનિયાના અનેક દેશો દ્વારા આપવામાં આવેલો આ 13મો સર્વોચ્ચ રાજકીય એવોર્ડ છે.

વડા પ્રધાન મોદી કેરોમાં હેલિઓપોલિસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાતે આવ્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઈજિપ્ત વતી લડીને પોતાના જાનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોને તેઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

હેલિઓપોલિસ યુદ્ધ કબ્રસ્તાન ખાતે પીએમ મોદી વિઝિટર્સ બુકમાં હસ્તાક્ષર સાથે સંદેશ લખી રહ્યા છે

કેરોમાં આગમન કર્યા બાદ વડા પ્રધાન મોદીનું ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. એમની સાથે ઈજિપ્તના વડા પ્રધાન મુસ્તફા મદબોલી પણ છે.