રાહુલ ગાંધી દુબઈમાં… પહેલી જ વાર…

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણી માટે જાગતિક સ્તરે કોંગ્રેસ પાર્ટી માટે લોકોનો ટેકો હાંસલ કરવાની યોજનાના ભાગ રૂપે હાલ બે દિવસ માટે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના પ્રવાસે ગયા છે. 11 જાન્યુઆરી, શુક્રવારે તેઓ દુબઈમાં ભારતીય વસાહતી કામદારો તથા ઉદ્યોગપતિઓને મળ્યા હતા. એમણે કામદારોની સમસ્યાઓ તથા પ્રશ્નોની જાણકારી મેળવી હતી અને ઉદ્યોગપતિઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો. સાથે કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમન ચાન્ડી, ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચેરમેન સેમ પિત્રોડા પણ હતા.