રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના વારસદાર આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી 9 માર્ચે મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં બાદ અંબાણી અને મહેતા પરિવારોએ 10 માર્ચ, રવિવારે સાંજે બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) સ્થિત જિઓ વર્લ્ડ સેન્ટર ખાતે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ પાર્ટીને 'મંગલ પર્વ' નામ આપ્યું હતું. એમાં બોલીવૂડ, ક્રિકેટ તથા અન્ય ક્ષેત્રોની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.