બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ 16 માર્ચ, ગુરુવારે મુંબઈના કાંદિવલી (વેસ્ટ) ઉપનગરમાં આવેલી તૌહિદ ઈંગ્લિશ હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી અને સાતમા ધોરણનાં વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણ જાગૃતિ વિષયે સંવાદ કર્યો હતો. ટીચ ફોર ઈન્ડિયા સંસ્થાના ઉપક્રમે આયોજિત આ મુલાકાતમાં દિયાએ બાળકો સાથે પર્યાવરણ રક્ષણના મહત્ત્વ અને નાગરિક જવાબદારી વિશે સંવાદ કર્યો હતો. ઉપરની તસવીરમાં દિયા ગ્રેડ-7 ટીચ ફોર ઈન્ડિયા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સાથે એક સ્થાનિક વૃક્ષના બીજ વાવે છે.વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં દિયા મિર્ઝાદિયા વિદ્યાર્થીઓને હાથે બનાવેલી ગિફ્ટ બતાવી રહ્યાં છે