‘પ્રસ્થાનમ’નું ટીઝર લોન્ચઃ સંજયે ઉજવ્યો 60મો જન્મદિવસ…

બોલીવૂડ અભિનેતા સંજય દત્તે 29 જુલાઈ, સોમવારે પોતાના 60મા જન્મદિવસની મુંબઈમાં ખાસ કાર્યક્રમમાં ઉજવણી કરી હતી. કાર્યક્રમ હતો એની આગામી હિન્દી ફિલ્મ 'પ્રસ્થાનમ'નાં ટીઝરનું લોન્ચિંગ માટેનો. કાર્યક્રમમાં સંજયની પત્ની માન્યતા (જે 'પ્રસ્થાનમ'નાં સહ-નિર્માત્રી પણ છે), ફિલ્મના કલાકારો જેકી શ્રોફ, મનીષા કોઈરાલા, અલી ફૈઝલ, અમાઈરા દસ્તુર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં સંજયે તેની બર્થડે કેક કાપી હતી. 'પ્રસ્થાનમ' ફિલ્મ આગામી 20 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.
(આ છે, ‘પ્રસ્થાનમ’નું ટીઝર)…