5 મીનિટમાં જીતી શકો છો 25 હજાર રુપિયા, મોદી સરકાર આપી રહી છે તક…

નવી દિલ્હીઃ જો તમે ઘરે બેઠા જ 25 હજાર રુપિયા સુધી જીતવા માંગો છો તો મોદી સરકાર એક ખાસ તક આપી રહી છે. આ તક માત્ર 4 ઓગષ્ટ સુધી જ છે. મહત્વની વાત એ છે કે આના માટે તમારે 5 મીનિટ આપવાની રહેશે. તો આવો જાણીએ કે આખરે કેવી રીતે ઐ પૈસા આપ જીતી શકો છો.

હકીકતમાં રક્ષા મંત્રાલયે MyGov.in ની મદદથી તાજેતરમાં જ કારગિલ યુદ્ધ પર એક ઓનલાઈન પ્રતિયોગિતાની શરુઆત કરી છે. 4 ઓગષ્ટ સુધી ચાલનારી આ કોમ્પિટીશનમાં ભાગ લેનારા કેન્ડિડેટને માત્ર 5 મીનિટમાં 20 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જે કોમ્પિટીટર ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે પ્રશ્નોના જવાબ આપશે તે વિજેતા જાહેર થશે. આ કોમ્પિટીશનમાં ભાગ લેવા માટે MyGov.in (https://quiz.mygov.in) પ્લેટફોર્મ પર વિઝિટ કરવાની રહેશે.

આ કોમ્પીટીશનના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમ પુરસ્કાર 25,000 રુપિયાનો છે તો બીજો પુરસ્કાર 15,000 રુપિયા છે અને આ જ પ્રકારે જે વ્યક્તિ ત્રીજા સ્થાને હશે તેને 10,000 રુપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. આ સીવાય 7 લોકોને સાંત્વના પુરસ્કાર આપવામાં આવશે. આ તમામને ક્રમશઃ 5,000 રુપિયા મળશે. આટલું જ નહી પરંતુ ટોપ 100 વિજેતાઓને રક્ષામંત્રાલય પ્રમાણપત્ર પણ આપશે.

આ કોમ્પિટીશનના કેટલાક નિયમો અને શરતો પણ છે. એક વ્યક્તિ એકજવાર ભાગ લઈ શકે છે. વ્યક્તિને પોતાનું નામ, માતા-પિતાનું નામ, જન્મતિથિ, એડ્રેસ, ઈ-મેઈલ અને મોબાઈલ નંબરની વિગતો આપવાની રહેશે. એક મોબાઈલ નંબર અને એક ઈ-મેઈલ બીજીવાર ઉપયોગમાં નહી લઈ શકાય. આ સિવાય વિજેતાઓને પોતાની ઓળખ, ઉંમર, એડ્રેસ સહિતના મૂળ પ્રમાણપત્ર જમા કરાવવાના રહેશે. જમા ન કરવાની સ્થિતિમાં રજિસ્ટ્રેશન રદ માનવામાં આવશે.