મૌની રોયે થાઈલેન્ડમાં ઉજવ્યો 34મો જન્મદિવસ…

ફિલ્મ અને હિન્દી ટીવી સિરિયલ અભિનેત્રી મૌની રોયે 28 સપ્ટેંબર, શનિવારે તેનો 34મો જન્મદિવસ થાઈલેન્ડમાં ઉજવ્યો. ત્યાં એ તેનાં નિકટનાં મિત્રોની સાથે ગઈ છે. સમુદ્રકિનારે બિકીની પહેરીને એણે પડાવેલી તસવીરો એણે પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર કરી છે.


મૌની રોય ખાસ કરીને ટીવી સિરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ (2007)માં ક્રિષ્ના તુલસીનાં રોલ માટે, ‘દેવોં કા દેવ… મહાદેવ’માં સતી તથા ‘નાગિન’માં શિવન્યા/શિવાંગીનાં રોલ માટે જાણીતી થઈ છે. એ ‘ગોલ્ડ’ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ચમકી હતી. એ તેની પહેલી જ ફિલ્મ હતી.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]