નિર્માતા-દિગ્દર્શક હંસલ મહેતાએ પાર્ટનર સફીના સાથે લગ્ન કર્યા

હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક અને લેખક હંસલ મહેતાએ એમની સાથે 17 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેલાં સફીના હુસેન સાથે લગ્ન કર્યા છે. 54-વર્ષના મહેતાએ 25 મે, બુધવારે સોશ્યલ મિડિયા મારફત લગ્નની જાહેરાત કરી હતી અને તસવીરો શેર કરી છે.

હંસલ મહેતા અને સફીના હુસેન

એક તસવીરમાં, મહેતા લગ્નના એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા જોવા મળે છે. એક અન્ય તસવીરમાં દંપતી લગ્નના દસ્તાવેજ સાથે પોઝ આપ્યો છે.

ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર, શાહિદ, સિટીલાઈટ જેવી ફિલ્મોના દિગ્દર્શક હંસલ મહેતાએ પહેલા લગ્ન સુનીતા સાથે કર્યા હતા. એમનાથી એમને બે પુત્ર થયા છે. સફીનાથી એમને બે પુત્રી થઈ છે. આમ, હંસલ ચાર સંતાનના પિતા છે.

સફીના હુસેન અભિનેતા યુસૂફ હુસેનના દીકરી છે અને સમાજસેવિકા છે.

મહેતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્કેમ 1993: હર્ષદ મહેતા સ્ટોરી’ સુપરહિટ થઈ છે. તેઓ કરીના કપૂર-ખાન સાથે એક નવી ફિલ્મ બનાવવાના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]