આદ્યશક્તિના ગરબાના ગાનની સાથે રાષ્ટ્રભક્તિનું ગાન પણ ગવાય છે

ગાંધીનગર કલ્ચરલ ફોરમના જીસીએફ ગ્રાઉન્ડમાં આદ્યશક્તિના ગરબાના ગાનની સાથે રાષ્ટ્રભક્તિનું ગાન પણ ગવાય છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં આદ્યશક્તિની આરાધનાના ગાનની સાથે સાથે રાષ્ટ્રભક્તિનું ગાન પણ ગવાય છે. રોજ નવરાત્રીના ગરબાના અંતે રાત્રે 12:00 વાગે સૌ ખેલૈયાઓ અને ઉપસ્થિત હજારો પ્રેક્ષકો પોતાના સ્થાને ગૌરવભેર ઉભા રહીને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’નું ગાન કરે છે અને પછી નવરાત્રીના ગરબાનું સમાપન થાય છે. ખેલૈયાઓ અને પ્રેક્ષકો માતૃભક્તિની સાથે દેશભક્તિની લાગણીના અનેરા સમન્વયની અનુભૂતિ કરીને ગરબા ગ્રાઉન્ડમાંથી વિદાય થાય છે.

નવરાત્રીમાં ગરબામાં મ્હાલવાની સાથે સાથે મિત્રો અને પરિવારજનો સાથે અવનવા વ્યંજનોની મિજબાની માણવાની પણ અનેરી મજા છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના જીસીએફ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ અને પ્રેક્ષકો મોડી રાત સુધી વિધવિધ વાનાની મજા માણી રહ્યા છે. ગાંધીનગરમાં વખણાતી તમામ વાનગીઓના સ્ટોલ્સ જીસીએફ ગ્રાઉન્ડમાં છે.

બીજા નોરતાએ ગુજરાતના સુપ્રસિદ્ધ સુગમ સંગીત ગાયક પ્રહર વોરાએ ગાંધીનગરને ગરબે રમાડ્યું હતું. સાથે રિયા શાહે પણ રંગત જમાવી હતી. ત્રિશા પટેલ, તર્જની જોશીપુરા, ભૂમિ શુક્લા, મૌરવી મુનશી અને હર્ષાલી દીક્ષિતે સારી સંગત કરી હતી.

ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં બીજા નોરતે બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ તરીકે ધરતી કંદોઈ અને પ્રિન્સ તરીકે આકાશ ખત્રી વિજેતા થયા હતા. આ બંન્ને કેટેગરીમાં દ્રષ્ટિ પટેલ અને હિમાંશુ બારડ રનર્સ અપ રહ્યા હતા. પાર્થ પરમાર અને પિંકી મુન્દ્રાની જોડી બેસ્ટ પેરની કેટેગરીમાં વિજેતા થઈ હતી. જ્યારે પ્રિયંકા મહેશ અને દિવ્યરાજ રાઓલની જોડી રનર્સ અપ રહી હતી.

35 વર્ષથી વધુ વયના ખેલૈયાઓની બેસ્ટ કિંગની કેટેગરીમાં વિપુલ મિસ્ત્રી અને ક્વીન તરીકે વર્ષા રત્નાકર વિજેતા થયા હતા. આ કેટેગરીમાં નીરજ ગદાણી અને નેન્સી પટેલ રનર્સ અપ રહ્યા હતા.

બેસ્ટ ડ્રેસ કેટેગરીમાં પ્રિન્સ તરીકે તીર્થ ગોસ્વામી અને પ્રિન્સેસ તરીકે સાક્ષી ઠક્કર વિજેતા થયા હતા. જ્યારે નીરવ પંચાલ અને ડૉ. આશીતા ઠક્કર રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજરની કેટેગરીમાં પ્રિન્સ તરીકે યુગ પંડ્યા અને પ્રિન્સેસ તરીકે પરિતા દવે વિજેતા થયા હતા. જ્યારે પ્રેમ માંડલિયા અને સુહાના અલી રનર્સ અપ રહ્યા હતા.

7 થી 12 વર્ષ સુધીના બાળકોની બેસ્ટ કીડ કેટેગરીમાં પ્રિન્સ તરીકે હેત ઠાકોર અને પ્રિન્સેસ તરીકે નવ્યા શાહ વિજેતા થયા હતા. જ્યારે કર્મદેવસિંહ વાઘેલા અને ક્રિષા સોલંકી રનર્સ અપ રહ્યા હતા.  7 વર્ષ સુધીના નાના ભૂલકાંઓની બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં ઉર્વીલ દેલવાડીયા અને કાવ્યા પટેલ વિજેતા થયા હતા. જ્યારે ધિયાન સાંગાણી અને ધાન્વી બારોટ રનર્સ અપ રહ્યા હતા.

default