1 જાન્યુઆરી, શુક્રવારથી 2021નું નવું વર્ષ શરૂ થયું છે. નવવર્ષની પ્રથમ સવારે ભારતમાં અનેક ઠેકાણે લોકોએ મંદિરમાં પૂજા-દર્શન કરવાનું પસંદ કર્યું હતું. આ તસવીર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની છે જ્યાં ઓલ ઈન્ડિયા અખાડા પરિષદના સભ્યો અને સાધુસંતો ગંગા પૂજન કરી રહ્યા છે.
બિહારના બોધ ગયા શહેરમાં આવેલા મહાબોધી મંદિરમાં બાળ બૌદ્ધ સાધુઓ વિશ્વ શાંતિ માટેની વિશેષ પ્રાર્થનાસભામાં બેઠા છે.
જમ્મુમાં કાલી માતા મંદિરમાં દર્શન કરવા માટે પુરુષ, મહિલા શ્રદ્ધાળુઓ કતારમાં ઊભાં છે.
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બહાર દર્શનાર્થીઓની લાઈન.