અમિત શાહે જગન્નાથજી મંદિરમાં દર્શન કર્યા…

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરમાંથી ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અમિત શાહ 14 જાન્યુઆરી, ગુરુવારે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે એક દિવસ માટે એમના વતન રાજ્ય ગુજરાતની અંગત મુલાકાતે આવ્યા છે. એમણે તેમના પરિવારજનો સાથે અમદાવાદમાં શ્રી જગન્નાથજી મંદિરમાં જઈને દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. તેમજ ધાબા પર જઈને પતંગ ચગાવીને ઉત્તરાયણ તહેવારનો આનંદ પણ માણ્યો હતો. શાહે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દેશવાસીઓને સારા સ્વાસ્થ્ય સાથે શુભેચ્છા આપી છે.

(તસવીર સૌજન્યઃ અમિત શાહ ટ્વિટર)