ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન-MD મુકેશ અંબાણીના મુંબઈસ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે 19 સપ્ટેમ્બર, મંગળવારે ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે ગણેશોત્સવ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં માધુરી દીક્ષિત-નેને, આલિયા ભટ્ટ, રણવીરસિંહ-દીપિકા પદુકોણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની કિયારા અડવાની સહિતનાં બોલીવુડ સિતારાઓ તેમજ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એમના પત્ની અમૃતા ફડણવીસ, શિવસેના (યૂબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એમના પત્ની રશ્મી ઠાકરે સહિત અનેક નામાંકિત વ્યક્તિઓએ હાજરી આપી હતી. માધુરી દીક્ષિત-નેનેએ તેનાં પતિ ડો. શ્રીરામ નેને સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી. એમણે ભગવાન ગણપતિજીનાં દર્શન કર્યાં હતાં અને સેલ્ફી લીધી હતી. (તસવીર અને વીડિયોઃ મૌલિક કોટક)