રિશી સુનક, પત્ની અક્ષતાએ અક્ષરધામ મંદિરમાં કર્યાં દર્શન

બ્રિટનના ભારતીય મૂળના હિન્દુ વડા પ્રધાન રિશી સુનક G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે નવી દિલ્હીમાં આવ્યા છે. 10 સપ્ટેમ્બર, રવિવારે તેમણે એમના પત્ની અક્ષતા મૂર્તિ-સુનકની સાથે શહેરમાં બીએપીએસ સંસ્થાના સ્વામીનારાયણ ભગવાનના મંદિર અક્ષરધામની મુલાકાતે ગયા હતા. એમણે ત્યાં દર્શન કર્યા હતા અને આરતીમાં પણ ભાગ લીધો હતો.

રિશી સુનક જન્મે બ્રિટિશર, ભારતીય-બ્રિટિશર માતા ઉષા સુનક અને પિતા યશવીર સુનકનાં પુત્ર છે, જ્યારે એમના પત્ની અક્ષતા કર્ણાટકના ઉદ્યોગપતિ, ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિનાં પુત્રી છે. રિશી અને અક્ષતાને બે પુત્રી છે – ક્રિષ્ના અને અનુષ્કા. રિશી સુનક બ્રિટનના પ્રથમ બ્રિટિશ-એશિયન વડા પ્રધાન છે.