GalleryCulture અક્ષય તૃતિયા (અખા ત્રીજ) પર્વની ઉજવણી… May 3, 2022 હિન્દુ શ્રદ્ધાળુઓએ 3 મે, મંગળવારે અક્ષય તૃતિયા કે અખા ત્રીજ (વૈશાખ સુદ ત્રીજ)ના શુભ દિવસની પરંપરાગત ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરી હતી. અખા ત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. આ દિવસે સોનું ખરીદવાનું મહાત્મ્ય ગણાય છે તેથી દેશભરમાં ઘણે ઠેકાણે જ્વેલર્સની દુકાનો, શોરૂમ્સ ખાતે લોકો સોનાનાં દાગીના કે સોનું-ચાંદી ખરીદતા જોવા મળ્યા હતા. અક્ષય તૃતિયાનો દિવસ માંગલિક પ્રસંગો માટે પણ બહુ શુભ ગણાય છે તેથી મધ્ય પ્રદેશના ભોપાલમાં સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અખા ત્રીજના દિવસે કોઈપણ સમયે કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. નવા વ્યવસાયની શરૂઆત કરવાની હોય કે કારકિર્દીનો આરંભ કરવાનો હોય, એ માટે આજનો દિવસ શુભ કહેવાય છે. આ દિવસે સોનું-ચાંદી ઉપરાંત મકાન, વાહન, પ્લોટ, ફ્લેટ વગેરેની ખરીદી પણ કરવામાં આવે છે. ભોપાલમાં સમુહલગ્ન સમારોહમાં લગ્નગ્રંથિથી બંધાયા બાદ પોઝ આપતાં નવદંપતી.