અમદાવાદઃ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવારના UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’ની પાંચમી આવૃતિનો 24મી નવેમ્બરથી અમદાવાદમાં પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ 10મી ડિસેમ્બર, 2023 સુધી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં યોજવામાં આવશે. અમદાવાદમાં ચાર સફળ આવૃત્તિઓ પૂર્ણ કર્યા પછી ‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’ની આ પાંચમી આવૃત્તિમાં કલા, નૃત્ય, સંગીત, થિયેટર અને વિઝ્યુઅલ આર્ટ્સના ક્ષેત્રનાં જાણીતાં નામો અને આશાસ્પદ પ્રતિભાઓ દ્વારા પાવર-પેક્ડ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે.
અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, સ્થાપન અને થિયેટરથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કલાને લોકો સુધી પહોંચાડવાનો છે.
‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ એ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સ્થાપિત UNM ફાઉન્ડેશનની એક પહેલ છે, જેમાં અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઊભરતી પ્રતિભાઓની ઓળખ કરવી તેમને સમર્થન આપવું અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે.
અભિવ્યક્તિના આ 15 દિવસના આર્ટ ફેસ્ટિવલમાં કલારસિકો પાસે પ્રતિભાશાળી કલાકારો દ્વારા પ્રસ્તુત નૃત્ય, સંગીત અને થિયેટર જેવા વિવિધ કલા સ્વરૂપોમાંથી પોતાની પસંદગીની કલા માણવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. એ સાથે જ વિચાર પ્રેરક વાર્તાઓમાં આત્મખોજ કરવાનો અને વિવિધ વર્કશોપમાં હાજરી આપવાના વિકલ્પો ઉપલબ્ધ છે.
અમદાવાદમાં ચાર સફળ આવૃત્તિઓ પૂર્ણ કર્યા પછી ‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’ની આ પાંચમી આવૃત્તિમાં કલા, નૃત્ય, સંગીત, થિયેટર અને વિઝ્યુઅલ આર્ટ્સના ક્ષેત્રનાં જાણીતાં નામો અને આશાસ્પદ પ્રતિભાઓ દ્વારા પાવર-પેક્ડ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે.
અભિવ્યક્તિની 5મી આવૃત્તિમાં 43 કલાકારો અને પ્રસ્તુતકર્તાઓ સ્ટેજ પર પદાર્પણ કરી રહ્યા છે. પાંચમી આવૃત્તિ માટે પણ કલાકારો તરફથી ખૂબ જ ઉત્સાહ દર્શાવવામાં આવ્યો છે, જેના પરિણામે ગુજરાત સહિત ભારતભરમાંથી 775થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે.
આ કાર્યક્રમ વિવિધ સંવેદનાને આપણી સામે લાવશે, જે માનવ સંવેદનાની વાર્તાઓ સ્વરૂપે આપણી સામે એક મંચ ઉપર રજૂ થશે. ચારેય કલા સેગમેન્ટ – વિઝ્યુયલ આર્ટ, મ્યુઝિક, ડાન્સ અને થિયેટર સાથે સંકળાયેલા 87 કલાકારોને એક પખવાડિયા સુધી હોસ્ટ કરશે અને અગાઉ ક્યારેય ન થઈ હોય તેવી કલાની સાધના રજૂ કરશે.
દરેક વાર્તા એક અનન્ય પ્રતિબિંબ છે કે જે આપણેને વ્યક્તિગત અને સામૂહિક રીતે આપણે કોણ છીએ તે સમજાવશે. તે આપણા અનુભવો, માન્યતાઓ અને મૂલ્યોની જટિલતાઓની એક ઝલક તથા વિવિધતામાં એક્તાની સુંદરતાને રજૂ કરે છે અને આપણી દુનિયાને સમૃદ્ધ બનાવનાર અસંખ્ય દ્રષ્ટિકોણની ઉજવણી કરે છે. વાર્તાઓમાં સમાયેલાં અનેક સ્વરૂપો માનવતાના જટિલ સ્તરોને ઉજાગર કરે છે, એમ UNM ફાઉન્ડેશનનાં ડિરેક્ટર સપના મહેતાએ જણાવ્યું હતું.
અભિવ્યક્તિ ફેસ્ટિવલમાં પ્રેક્ષકો વહેલા તે પહેલાના ધોરણે ફ્રી પ્રવેશ મેળવી શકે છે. અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટમાં તમામ સ્તરના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ છે.