કાલી પૂજા પર્વ નિમિત્તે રોશનીથી ઝગમગી ઉઠ્યા છે કોલકાતાનાં માર્ગો

સમગ્ર પશ્ચિમ બંગાળમાં કાલી પૂજા તહેવારની પરંપરાગત હર્ષોલ્લાસ, ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. 12 નવેમ્બર, રવિવારે પાટનગર શહેર કોલકાતાના માર્ગો ભવ્ય, રંગબેરંગી રોશનીથી શણગારેલા જોવા મળ્યા હતા.