નાડી શુદ્ધી અર્થે પ્રાણાયામ

संहितः सूर्यमेदश्च उज्जायी शीतली तथा ।
भस्त्रका भ्रामरी मूच्छी केवली ययासचाष्टकुंभिका ।।

સંહિત, સૂર્યભેદન, ઉજ્જયી, શીતલી, ભસ્ત્રિકા, ભ્રામરી, મૂર્છા અને કેવલીકુંભક – ઘેરંડસંહિતા.

નાડીશુદ્ધી અર્થે પ્રાણાયામવિધિમાં સાધકને પદ્માસને બેસી અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવાની આજ્ઞા કરી છે. શિવ સંહિતામાં પણ સાધકને પદ્માસનનો આશ્રય લઈ નાડી શુદ્ધી અર્થે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવાની આજ્ઞા કરી છે.

પ્રાણાયામો અગણિત છે. પરંતુ પ્રધાન નાડીઓ તો 3 જ છે. ડાબા નાસારંધ્રનો ઈડાનાડી અથવા ચંદ્રનાડી, જમણા નાસારંધ્રને પિંગલાનાડી અથવા સૂર્યનાડી અને આ બંને રંધ્રો ખુલ્લા હોય તો સુષુમ્ણાનાડી અથવા અગ્નિનાડી ચાલે છે. દીર્ઘપ્રાણાયામ-ઊંડા પ્રાણાયામમાં સુષુમ્ણા દ્વારા રેચક-પૂરક થતા હોવાથી તેને સુષુમ્ણા અથવા દીર્ઘપ્રાણાયામ નામ આપ્યું છે. બધાને એ ખબર જ છે કે શ્વાસ લેવો એટલે પૂરક, શ્વાસ રોકવો એટલે કુંભક શ્વાસ બહાર કાઢવો એટલે રેચક કહે છે – શ્વાસ લીધા પછી રોકીએ તો આંતરકુંભક, પણ શ્વાસ બહાર કાઢ્યા પછી રોકીએ તો બાહ્યકુંભક કહેવાય છે. આંતરકુંભકના ફાયદા જુદા છે અને બાહ્યકુંભકના ફાયદા જુદા છે. કોણ આંતરકુંભક કરી શકે અને કોણ ના કરી શકે અને એવી જ રીતે કોણ બાહ્યકુંભક કરી શકે અને કોણ ના કરી શકે એની આગળ વાત કરીએ.

જેમને હાઈપરટેન્શન બહુ રહે છે, મગજ સતત Stress – તણાવમાં રહે છે, ચિંતા રહ્યા કરે છે, રાત્રે ઉંઘ બરાબર આવતી નથી તેમણે આંતરકુંભક ન કરવું. આ બધી તકલીફોથી પીડાતી વ્યક્તિએ બાહ્યકુંભક કરવું જોઈએ. એમાં પણ શ્વાસ બરાબર વધારે બહાર નીકળી ગયા પછી નાક બંધ કરી રોકાવાનું છે, તરત શ્વાસ નથી લેવાનો. શ્વાસ જેટલો વધારે બહાર નીકળશે એટલા વિચારો ઓછા થશે. મગજ શાંત થશે, Stress  ઓછો થશે. રાત્રે ઉંઘ આવશે અને શ્વાસ બહાર કાઢ્યા પછી  , બાહ્યકુંભક કર્યા પછી જે શ્વાસ લેવામાં આવે છે, એમાં જે પ્રાણવાયુ છે – જેટલા પ્રમાણમાં એટલે કે 1 શ્વાસ લઈએ, એ બધા શ્વાસ પ્રાણવાયુ નથી કે Oxygen નથી. એ હવામાં, એ શ્વાસમાં માત્ર 21% Oxygen છે. જે શરીરની અંદર જાય છે અને આપણા શરીર અને મનના તંત્રને ચાલતુ રાખે છે. પણ એના માટે carbondyoxide વધારે બહાર નીકળવો જોઈએ. તો Oxygenને અંદર જવાની જગ્યા મળે અને પછી Oxygen એનું કામ શરીર અને મન પર કરે.

શ્વાસ પ્રાણવાયુ નથી કે Oxygen શરીરની અંદર જાય છે અને આપણા શરીર અને મનના તંત્રને ચાલુ રાખે છે. પણ એના માટે carbondyoxide વધારે બહાર નીકળવો જોઈએ તો Oxygenને અંદર જવાની જગ્યા મળે અને પછી Oxygen એનું કામ શરીર અને મન પર કરે. હવે વાત કરું કે આંતરકુંભક કોણ ન કરી શકે. જેને માઈગ્રેઈનની તકલીફ હોય, વારે વારે માથું દુઃખતું હોય તે ન કરી શકે. પણ કોણ કરી શકે, તો જેને શરીરના દુઃખાવા હોય, સાંધા દુઃખતા હોય, અશક્તિ લાગતી હોય, ફ્રેશ થવું હોય, બહુ બધું કામ કરવું હોય તો ઊંડા શ્વાસ લો અને આંતરકુંભકનો અભ્યાસ કરો. રોગ પ્રતિકારક શક્તિ વધશે, લોહીના કણો વધશે અને તંદુરસ્તી પાછી આવશે.

આવતા અંકમાં જેમને UTI થયું હોય અથવા વારેઘડીયે થતું હોય, Prostestની તકલીફ હોય અથવા અટકી અટકીને યુરીન થતો હોય, બળતરા થતી હોય તેમના યૌગિક ઉપાયો વિશે…

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)