શિયાળામાં સૂર્યનમસ્કાર કરવાના ફાયદા જાણીલો

મંદ મંદ ઠંડીની લહેર શરૂ થઈ ગઈ છે. સવારે લોકો ચાલવા જાય છે ત્યારે સ્વેટર અને શાલ પહેરવા માંડ્યા છે. યોગ કરનારા લોકો ઘરેથી પતલુ સ્વેટર પહેરીને નીકળે છે અને યોગ કરતા ગરમી ઉત્પન્ન થતા એ કાઢી નાખવું પડે છે. બસ આ જ વાત પર તમને આજે ઘણું બધું જણાવવાની છું. ઘણા લોકો આખા વર્ષમાં ન ખાતા હોય એવું બધું શિયાળામાં ખાય છે.  કહે કે શિયાળામાં આ બધું ખવાય. વાત સાચી, પણ શું ખરેખર પેટ મજબૂત છે? જઠરાગ્નિ પ્રદીપ્ત થયેલી છે? સાચી ભૂખ લાગે છે? મનની ભૂખ નહીં!

અડદિયા,બદામપાક, સૂકોમેવો, ખજૂરપાક બધુ શરીર માટે સારું છે. પણ,પણ,પણ આ બધું પચાવવા માટે શરીર સારું કે મજબૂત છે ખરું? જો ન પચતું હોય અને તમે શિયાળામાં મસ્તીથી આહાર લીધે રાખો, તો શરીરમાં ક્યાંક ને ક્યાંક દુખાવા થાય, સોજા આવે, શ્વાસ ચડે, અપચો થાય, વજન વધે, વાયુ અને પિત્તની તકલીફો વધે, તો પછી આ ખોરાક કેવી રીતે તમારાથી લઈ શકાય?

તમારી પ્રકૃતિ પણ તમને ખબર હોવી જોઇએ. તમને માથું દુખતું હોય તો પિત્તને લીધે જ દુખે છે એવું ન કહી શકાય. વાયુને કારણે પણ માથું દુઃખી શકે. તો એ ખબર કેવી રીતે પડે કે કઈ પ્રકૃતિ છે?

Very simple અમારી પાસે નાડી પરીક્ષણ કરાવી તમારા શરીર માટે કયા યોગ અને કયો ખોરાક સારો છે એ લખીને આપીએ. બસ પછી આટલું જ ધ્યાનમાં રાખીને જીવીએ તો શારીરિક અને માનસિક તકલીફ ન થાય.

હવે વાત કરીએ શિયાળામાં યોગાસન કયા કરવા જોઈએ. સૂર્યનમસ્કાર કરવા સારા. સૂર્યનમસ્કારના ફાયદા જો કહેવાના હોય તો સૌથી પહેલો સૂર્યનાડી એક્ટિવ થાય છે, જેનાથી સ્ફુર્તી વધે, ફ્રેશ ફીલ થાય, પાચનશક્તિ સુધરે કારણકે જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, વજન ઉતરે, માંસપેશીઓ અને સાંધાઓ મજબૂત થાય છે અને જે બહેનોને ગર્ભાશયને લીધે menstrual cycle ડિસ્ટર્બ હોય તેનું સંતુલન થાય છે એટલે કે રેગ્યુલર થાય છે. મૂડ સારો રહે છે, મનની વ્યગ્રતા, ચિંતા, એન્કઝાઈટી, હતાશા, નિરાશા દૂર થાય છે.

થોડી સાવચેતીની વાત કરું

  • એક ધીમે-ધીમે સૂર્યનમસ્કાર વધારવાના 5 10 15 20 એમ કરતા કરતા 100 સુધી પહોંચી શકાય.
  • બીજું પિત્તની તકલીફવાળાએ વધારે ન કરવા.
  • સાંધાના દુખાવા વાળા એ અહીં આપેલ વીડિયો જોઈ  ખુરશી સાથે સૂર્યનમસ્કાર કરવા.
  • સૂર્યનમસ્કાર કરતા હાફચડે કે શ્વાસ ચડે તો વચ્ચે થોડીવાર ઉભા રહી જવું.

સૂર્યનમસ્કારનો મેગા ઇવેન્ટનું આયોજન કરેલ છે.

  • OPEN FOR ALL
  • તારીખ 25/12/2022 રવિવાર
  • સમય સવારે 6થી 7
  • સ્થળ ગોટીલા ગાર્ડન, સિંધુભવન રોડ, અમદાવાદ
  • શિયાળાની ગુલાબી ઠંડીમાં ચાલો બધા સાથે સૂર્ય નમસ્કાર કરીએ.
  • 20 50 75 80 108 જેટલા થાય એટલા સૂર્યનમસ્કાર કરી શકાશે.

 

આ માહોલ જોવા અને માણવા જેવો છે તો જરૂરથી આવો. પોતાની યોગ મેટ લઇને આવવાનું રહેશે. સાથે પીળા રંગનું ટી-શર્ટ પહેરીને આવવું. અહીં સ્વાસ્થ્યને લગતી ઘણી ટિપ્સ સૂચનો આપવામાં આવશે અને ન અનુભવ્યું હોય એવું relaxation કરાવવામાં આવશે.

શિયાળાની ઋતુમાં સૂર્યનમસ્કાર કરવા જોઇએ. એ ઉપરાંત પાચનતંત્રને મજબૂત કરવા માટે પહેલા તો શુદ્ધિકરણ કરવું જોઈએ. આંતરડાની આજુબાજુ વિજાતીય તત્વ ભરાઈને પડ્યા હોય, TOXINS હોય, પેસ્ટિસાઈડ્ઝ વાળો ખોરાક ખાઈએ છીએ, હવામાનનું ઘણું બધું પ્રદૂષણ છે તો એ કચરો આપણા શરીરની અંદર જાય છે. રોજ એક વાર પેટ સાફ થાય એટલે એમ ન માની લેવાય કે શરીરનું શુદ્ધિકરણ થઈ ગયું. યોગની રીતે શંખપ્રક્ષાલનકરાવવું જોઈએ. જેનાથી પાચનતંત્રના અવયવો શુદ્ધ થાય પછી પાચનતંત્રના આસનો કરીએ તો અસર વધારે સારી અને વધારે જલદી થાય. ચલિત તાડાસન, ચલિત ઉત્તાનપાદાસન, ઊષ્ટાસન, ચક્રાસન, પશ્ચિમોત્તાનાસન રોજ બે મિનિટ રોકાવાય એ રીતે કરવા જોઈએ.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)