આજે છે, ‘વર્લ્ડ સ્લીપ ડે’: પૂરતી ઊંઘ લો, આરોગ્ય જાળવો

ઊંઘ બધાયને ગમે, પણ એવા ઘણા લોકો છે જેઓ જુદા જુદા કારણોસર પૂરતી અને સારી ઊંઘ મેળવી શકતાં નથી.

અપૂરતી ઊંઘ કે સારી ઊંઘનો અભાવ લોકો માને છે એના કરતાં પણ વધારે ગંભીર પ્રકારનો પ્રશ્ન છે. પૂરતી ઊંઘ ન લેવાને કારણે કાર્ડિયોવાસ્ક્યૂલર બીમારી, ડાયાબિટીસ અને સ્ટ્રોક વગેરે જેવી બીમારી લાગુ પડે છે.

પૂરતી ઊંઘ લેવા વિશે લોકોમાં જનજાગૃતિ લાવવા માટે દર વર્ષે ‘વર્લ્ડ સ્લીપ ડે’ (વિશ્વ નીંદ દિવસ) ઉજવવામાં આવે છે. આ વખતે 15 માર્ચે ‘વર્લ્ડ સ્લીપ ડે’ નક્કી કરાયો છે. આનો ઉદ્દેશ્ય ઓછી ઊંઘને કારણે થતી સમસ્યાઓને ઘટાડવાનો છે.

દિવસ દરમિયાન પૂરતી ઊંઘ કરવી તે પણ એક માનવ અધિકાર તરીકે જ ગણાય છે. દિવસમાં 6-8 કલાક ઊંઘવું બહુ જરૂરી ગણાય છે. દિવસ દરમિયાન કામકાજને લીધે જે ભાગદોડ થતી હોય છે એને કારણે ઘણા લોકો પૂરતી ઊંઘ મેળવી શકતા નથી. આધુનિક જીવનશૈલીની કુટેવોને કારણે ઊંઘનો ભોગ લેવાઈ જાય છે. એની અવળી અસર જે તે માનવીના આરોગ્ય પર પડે છે. દુનિયામાં આશરે 10 કરોડથી વધારે લોકો સારી ઊંઘ ન મળવાની સમસ્યાથી પીડાય છે. ઊંઘ વિશે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે જ દુનિયાભરમાં વર્લ્ડ સ્લીપ ડે ઉજવવામાં આવે છે.

અપૂરતી ઊંઘની સમસ્યાના અનેક કારણો છે. જેમ કે, બીમારીને કારણે લેવી પડતી દવાને લીધે, શિક્ષણનાં બોજને કારણે, સામાજિક જવાબદારીઓને કારણે તથા ડ્રાઈવિંગ કરવાથી.

વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી વર્લ્ડ સ્લીપ ડે કમિટી ઓફ વર્લ્ડ સ્લીપ સોસાયટી દ્વારા કરવામાં આવે છે. યોગ્ય વ્યવસ્થાપન દ્વારા અનિદ્રા કે અપૂરતી ઊંઘની સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય તે વિશે આ સંસ્થા સમાજનાં લોકોનો માનસિક બોજો ઘટાડવામાં મદદરૂપ થાય છે.

ફિલિપ્સ ઈન્ડિયાએ ભારતમાં એક સર્વે કરાવ્યો હતો જેમાં પુખ્ત વયની 19 ટકા વ્યક્તિઓએ કહ્યું હતું કે કામકાજમાં શિફ્ટ વર્ક પૂરતી ઊંઘમાં મોટો અવરોધ છે. કામકાજના કલાકો ઊંઘના નોર્મલ સમયનો ભોગ લઈ લે છે.

ટેક્નોલોજી પણ અપૂરતી ઊંઘમાં બાધક બની રહી છે.

સારી ઊંઘનું વૈજ્ઞાનિક મહત્ત્વ

સારી ઊંઘ તમારા શરીર અને મન પર કેવો સારો પ્રભાવ પાડે છે એ સંશોધકોએ શોધી કાઢ્યું છે. એમણે ઊંઘના તબક્કાઓ વિશે જણાવ્યું છે. જેમ કે, 3-12 મહિનાનું બાળક હોય તો એણે 4-15 કલાક ઊંઘવું જોઈએ. 1-3 વર્ષના બાળકોએ 12-14 કલાક ઊંઘ લેવી જોઈએ. 3-5 વર્ષનાં બાળકોએ 11-13 કલાક ઊંઘવું જોઈએ. 6-12 વર્ષનાં બાળકોએ 10-11 કલાક, 12-18 વર્ષનાં લોકોએ 8-10 કલાક અને 18 વર્ષથી વધુની વયનાં લોકોએ 6-8 કલાક ઊંઘવું જોઈએ, એવું નિષ્ણાતોનું માનવું છે.

ખરાબ ઊંઘથી તકલીફ

ખરાબ ઊંઘને કારણે દુનિયાભરમાં 46 ટકા પુખ્ત વયનાં લોકો થાક અને સ્વભાવ ચીડિયો બની જાય છે. અપૂરતી ઊંઘને કારણે એકાગ્રતા ઘટી જવાની તકલીફ પણ ઊભી થાય છે.

અપૂરતી ઊંઘને કારણે તમારા આરોગ્ય પર અવળી અસર પડે છે એટલું જ નહીં, તમારાં કામકાજ ઉપર, તમારાં સંબંધો પર અને ઉત્પાદનક્ષમતા ઉપર પણ અવળી અસર પડે છે. એટલું ધ્યાનમાં રહે કે તમારી ઊંઘનાં કલાકોનું સ્થાન ચા-કોફી લઈ ન શકે.

ઊંઘમાં અવરોધ

ચિંતા એ ઊંઘની સૌથી મોટી દુશ્મન છે. એવી જ રીતે, ટેક્નોલોજી પ્રત્યે આકર્ષણ પણ ઊંઘનો સારો એવો સમય ભરખી જાય છે. ઊંઘના સામાન્ય સમયની સાથે કામકાજના કલાકો વધારે પડતા વધી જવા એ પણ ઊંઘમાં એક મોટો અવરોધ છે. આને શિફ્ટ વર્ક સ્લીપ ડિસઓર્ડર કહેવામાં આવે છે.

સાવચેતી

ટેક્નોલોજીનો વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરતાં શીખવું જોઈએ. તમારી ઊંઘ પર સકારાત્મક અસર પાડતી હોય એવી ટેક્નોલોજીને તમારે ઓળખી લેવી જોઈએ.

સૂવાની ઓછામાં ઓછી 30 મિનિટ પહેલાં તમારે ફોન અને કમ્પ્યુટર-લેપટોપનાં સ્ક્રીનથી સ્વયંને ડિસકનેક્ટ કરવા જોઈએ. ફોન અને સ્ક્રીન્સને તમારી પથારીથી દૂર જ રાખવા સલાહભર્યું કહેવાશે.

સૂવાની સ્થિતિ અને તકિયાનો ઉપયોગ

સારી ઊંઘ મેળવવા માટે ઉચિત પ્રકારની પથારી અને તકિયાનું ઘણું મહત્ત્વ રહેલું છે. તકિયો એટલે તમારાં માથા માટે એક મિની પથારી.

સ્વાભાવિક છે મોટા ભાગના લોકો ઊંઘમાં આજુબાજુ ફરતાં હોય છે. તેઓ આઠ કલાક સુધી કોઈ ચોક્કસ સ્થિતિમાં પડ્યા રહેતા નથી. ઘણા લોકોને સૂવામાં કોઈ ચોક્કસ પ્રકારની પોઝિશન ગમતી હોય છે. કાં તો તેઓ જમણા કે ડાબા પડખે સૂવે અથવા ચત્તા સૂવે કે ઊંધા સૂવે.

ઊંધા સૂવાની ટેવ ધરાવનારાઓએ એવો તકિયો લેવો જોઈએ જેનાથી એમનું માથું બહુ ઊંચું ન થાય. જો એ વધારે પડતું ઊંચું થશે તો તમારી ગરદન પર તાણ આવશે. તેથી એકદમ પાતળો તકિયો બેસ્ટ રહેશે. વળી, પેટની નીચે એક તકિયો રાખવાથી પીઠ/કમરમાં દુખાવો નહીં થાય.

પડખાંભેર સૂવાની આદતવાળા લોકોએ મધ્યમ પ્રકારની જાડાઈવાળો તકિયો રાખવો જોઈએ. જેથી એમનું માથું એમની કરોડરજ્જુ સીધી રેખામાં રહે. બે સાથળની વચ્ચે એક તકિયો રાખવો પણ હિતાવહ બની રહેશે.

ચત્તા સૂવાની આદતવાળા લોકોએ મિડિયમ જાડાઈવાળો તકિયો વાપરવો જોઈએ.

મેડિટેશન કરવાથી (ધ્યાન ધરવાથી) પણ અપૂરતી ઊંઘની સમસ્યા દૂર થાય.

માનવી માટે ઊંઘ જરૂરી છે અને એમાં ઉચિત પથારી મહત્ત્વનો ભાગ ભજવે છે

ભારતમાં પણ ઘણા લોકો અનિદ્રાના વ્યાધિથી પીડાતા હશે એમાં કોઈ શંકા નથી.

અહીં અમુક એવી વ્યક્તિઓનાં મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે જેમણે પૂરતી ઊંઘના ફાયદા અને તે માટે બજારમાં ઉપલબ્ધ ચીજવસ્તુઓની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે.

‘પેપ્સ ઈન્ડસ્ટ્રિઝ’ના મેનેજિંગ ડાયરેક્ટર કે. માધવનનું કહેવું છે કે, ઊંઘનો મતલબ માત્ર અંધારું કરીને આંખો બંધ કરી દેવી એ નથી. ઊંઘ તમારા શરીરનો થાક ઉતારી દે છે અને એને ફરી ચેતનવંતુ કરી દે છે. ઊંઘ એક એવી પ્રવૃત્તિ છે જે તમારા શારીરિક સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ રાખે. ખલેલવિહોણી ઊંઘ તમારા માનસિક આરોગ્ય માટે ખૂબ મહત્ત્વની છે. તમે જેની પર સૂવો એ પથારીનું મટિરિયલ એવું હોવું જોઈએ કે તમારાં શરીરમાં લોહીનું પરિભ્રમણ અબાધિત રહે. એટલે જ સાચી પથારીની પસંદગી મહત્ત્વ માગી લે છે. શાંતિપૂર્ણ ઊંઘ માટે યોગ્ય પ્રકારની પથારી પસંદ કરવી જોઈએ, જેથી ઉત્તમ પ્રકારની નિંદ્રા આવે અને સપનું સાકાર કરવાનું તમારામાં જોમ આવે.

 

‘ડ્યૂરોફ્લેક્સ મેટ્રેસીસ’નાં બ્રાન્ડ મેનેજર અરહા પદમનનું કહેવું છે કે, આજના યુગમાં ઊંઘ એક લક્ઝરી બની ગઈ છે અને માનસિક તાણ સાથી બની ગઈ છે. શક્તિપ્રદ ઊંઘ જેવી રોગનિવારક ચીજ બીજી કોઈ નથી. ઉત્તમ ડિઝાઈનવાળી પથારી ઊંઘનાં લાભ વધારવામાં મદદરૂપ થાય છે. અમે તો ડ્યૂરોફ્લેક્સમાં, નિંદ્રાનાં દુનિયાભરનાં વિજ્ઞાનીઓ સાથે સતત સહયોગ કરતાં રહીએ છીએ જેથી અમારી પથારીઓમાં શ્રેષ્ઠતમ અને નવીનતમ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય. કમનસીબી એ છે કે આપણે ત્યાં મોટા ભાગનાં લોકો સારી ઊંઘ લેતા નથી કે સારી પથારીની જરૂરિયાતને ગંભીરતાથી લેતા નથી. સારી અને સાયન્ટિફિકલી ડિઝાઈન કરેલી બ્રાન્ડેડ મેટ્રેસીસ ભવિષ્ય માટેનું ઉત્તમ ઈન્વેસ્ટમેન્ટ ગણાય.

 

‘કર્લ-ઓન’ના ચીફ માર્કેટિંગ ઓફિસર આશુતોષ વૈદ્યનું કહેવું છે કે રાતની સારી ઊંઘ વ્યાયામ, પોષકઆહાર અને લાઈફસ્ટાઈલ જેટલું જ મહત્ત્વ ધરાવે છે. સ્લીપ ડિસઓર્ડરથી છૂટકારો મેળવવા માટે તંદુરસ્ત લાઈફસ્ટાઈલ, તંદુરસ્ત આહારપદ્ધતિ અપનાવવી જોઈએ, સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ, મનને શાંતિ આપે એવું સંગીત સાંભળવું જોઈએ અને રાતે સૂવાનો સમય નિયમિત બનાવવો જોઈએ. રાતની ઊંઘને સારી બનાવવામાં મેટ્રેસ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કર્લ-ઓનમાં અમે, એ બાબતે અમારું ઉત્તરદાયિત્વ ગણીએ છીએ કે સારી આરોગ્ય માટે ઊંઘના મહત્ત્વનાં સંદેશનો લોકોમાં પ્રસાર કરવો. કર્લ-ઓનમાં વર્લ્ડ સ્લીપ ડેને મહત્ત્વ અપાય છે, કારણ કે આ દિવસનો ઉદ્દેશ્ય સારા આરોગ્ય માટે સારી ઊંઘનાં મહત્ત્વ વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે.

કર્લ-ઓન દ્વારા તાજેતરમાં જ બેંગલુરુમાં ‘કર્લ-ઓન સ્લીપાથોન-2019’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢીસો જેટલાં આરોગ્યપ્રેમીઓએ ભાગ લીધો હતો. સારી ઊંઘ તથા આરોગ્ય વિશે જનજાગૃતિ માટે આ સ્લીપાથોન એક પહેલ હતી.