માનસિક આરોગ્ય પર NHRCએ જારી કરી એડવાઇઝરી  

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે દર વર્ષે 10 ઓક્ટોબરે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો હેતુ લોકોને માનસિક રોગની

જાણકારી આપવાનો છે તેમ જ લોકોને નિવારણ અંગે જાગ્રત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. નેશનલ હ્યુમન રાઇટ્સ પંચ (NHRC)ને હ્યુમન રાઇટ્સ એક્ટ, 1993 હેઠળ દેશમાં બધા માટે માનવ અધિકારોની સુરક્ષા અને પ્રોત્સાહન આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સંબંધે કમિશનની પ્રથામિક ચિંતાઓમાંથી એક દેશમાં માનસિક સમસ્યાઓવાળી વ્યક્તિઓની સામે આવતા પડકારોને લગતી છે. પંચે માનસિક બીમાર વ્યક્તિઓ માટે એક એડવાઇઝરી જારી કરી છે, જે નીચે મુજબ છે.

1 પંચ આવી માનસિક સ્વાસ્થ્યની સમસ્યા સતાવતી વ્યક્તિઓના કલ્યાણ માટે સક્રિય રીતે કાર્યરત છે અને મેન્ટલ હેલ્થકેર એક્ટ, 2017 હેઠળ વ્યક્તિ અને તેના પરિવારો સામે આવતા પડકારો વિશે ચિંતિત છે.

2 આ પડકારોને પહોંચી વળવા માટે પંચે માનસિક આરોગ્યથી પીડિત વ્યક્તિઓના કલ્યાણ અને અધિકારો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે મેન્ટલ હેલ્થને લગતી એક એડવાઇઝરી મંજૂર કરી છે, જેમાં ભલામણો માટેનો એક સેટ છે.

3 કેન્દ્ર, રાજ્ય સરકારે અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવે છે કે આ ભલામણોને અક્ષરશઃ લાગુ કરે અને બે મહિનાની અંદર એક એક્શન ટેકન રિપોર્ટ (ATR) તૈયાર કરીને મોકલી આપે. આ સાથે પંચને આ કાર્યમાં કેટલી પ્રગતિ થઈ એનાથી પણ માહિતગાર કરે.

4 માનસિક આરોગ્ય એ મનુષ્યના કલ્યાણ માટે પાયાની બાબત છે અને એ સ્વસ્થ જીવન તરફ લઈ જાય છે. વળી, મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યુશન્સમાં દવા અને થેરપી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સમાજમાં માનસિક આરોગ્યની દેખરેખ કરવાથી વ્યક્તિઓ માટે સાથી સાથે જોડાવાની એક્ટિવિટીઝમાં ભાગ લેવાની તત્પરતા અને સમાજ માટે કંઈક કરવાની છૂટવા માટે તક ઊભી થાય છે.

5 મેન્ટલ હેલ્થકેર, એક્ટ, 2017, માનસિક રોગીઓ માટે માનસિક દેખરેખ ને આરોગ્યની સંભાળ રાખવા અને માનસિક રોગવાળી વ્યક્તિઓના અધિકાર, પ્રચાર અને તેમનાથી જોડાયેલા અથવા પ્રાસંગિક મામલાઓ માટે એક કાયદો છે.

6 પંચ મેન્ટલ હેલ્થકેર એક્ટ, 2017ના અમલીકરણને લઈને ચિંતિત છે અને ખામીઓની ઓળખ કરવા અને એને દૂર કરવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યું છે. વળી, પંચ માનસિક બીમારીથી પીડિત વ્યક્તિઓના કલ્યાણ અને હક માટે આ એડવાઇઝરી જારી કરે છે, જેમાં ભલામણોનો એક સેટ પણ છે.

હાલના કાયદાઓ અને નીતિઓનું અમલીકરણ

7 બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ મેન્ટલ હેલ્થ ઓથોરિટી, મેન્ટલ હેલ્થ રિવ્યુ બોર્ડની રચના કરવા અને મેન્ટલ હેલ્થકેર એક્ટ 2017 (એક્ટ-2017)ની કલમ 45,73,121 અને 123 હેઠળ ફરજિયાતપણે નિયમો તૈયાર કરવા માટે પ્રાથમિકતા આપવી જોઈએ.

8 વીમા ક્ષેત્રની નીતિઓ અને યોજનાઓમાં માનસિક આરોગ્યની બીમારીની સારવાનો સમાવેશ થવો જોઈએ.

9 રાજ્યોએ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ તકરવા જોઈએ અને સમાજમાં માનસિક બીમારી વિશે જાહેર ખાનગી ભાગીદારીથી કલંક, ભેદભાવ  મિટાવવા માટે જાગરુકતા ફેલાવવા પર ભાર મૂકવો જોઈએ.

દરેક જિલ્લામાં માનસિક આરોગ્ય કાર્યક્રમ (DMHP) કાર્યક્રમ તૈયાર કરવો અને એમા સામાજિક કાર્યકર્તાઓને સામેલ કરવા જોઈએ.  10 આર્થિક રીતે નબળી વસતિ માટે માનસિક આરોગ્યની સારવારને પ્રોત્સાહન આપવા માટે ‘આયુષ્માન ભારત’ યોજનામાં પણ માનસિક બીમારીને સામેલ કરવી જરૂરી છે.

11 જે રાજ્યોએ સ્ટેટ મેન્ટલ હેલ્થ ઓથોરિટીની સ્થાપના કરી છે એને ફંડની ફાળવણી કરવી જોઈએ.

માળખું અને સુવિધાઓ

12 મોટા ભાગની ઇન્સ્ટિટ્યૂટ જૂનીપુરાણી છે, એમાં ટેક્નોલોજી, સુવિધાઓ અને આવશ્યકતા અનુસાર પુનર્ગઠન કરવામાં આવવું જોઈએ.

13 આ સંસ્થાઓમાં સામાન્ય સુવિધાઓ- જેમાં પલંગની સંખ્યા, પાણી, સ્વચ્છતા, ભોજન, કપડાં મનોરંજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.

14 બધી સંસ્થાઓમાં માનસિક બીમારીથી પીડિત સિનિયર સિટિઝનોની ખાસ સારસંભાળવાળી બનાવવામાં આવે.

15 બાળકો અને કિશોરો માટે એક અલગ વોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે.

16 માનસિક બીમાર વ્યક્તિઓને બંધ (રૂમ) સ્થિતિમાં નહીં, પરંતુ માટે સમૂહમાં મનોરંજન અને એક્ટિવિટીઝમાં સામેલ કરવામાં આવવી જોઈએ. માનસિક દર્દીઓને સપ્તાહમાં કમસે કમ એક વાર બહાર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવવો જોઈએ.

17 આ બધી સંસ્થાઓમાં ઇમર્જન્સી વોર્ડની સુવિધા ફરજિયાત હોવી જોઈએ અને તેમને નજીકની હોસ્પિટલોમાં તત્કાળ પહોંચાડવાની સુવિધા પણ ઉપલબ્ધ હોવી જોઈએ.18 બધા માનસિદ દર્દીઓને પાયાની અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવવી જોઈએ.

19 બધા માનસિક રોગીઓને સંતુલિત અને પૌષ્ટિક ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવવી જોઈએ. માનસિક બીમારવાળી વ્યક્તિઓના વોર્ડમાં CCTVની સુવિધા અને નિયમિત જાળવણી હોવી જોઈએ.

20 માનસિક પ્રોપેશનલો માટે DPM, MD, DNB, એમફિલ., પીએચડી, સાયકોલોડી, PSW અને DPN અને અન્ય ડિપ્લોમા, ડિગ્રી  વગેરેમાં સીટો રાખવામાં આવવી જોઈએ.

21 ડોક્ટરો, આશા વર્કરો હેલ્થ ઓફિસર્સ અને ફ્રન્ટલાઇન કાર્યકર્તાઓને નિદાન માટે તાલીમ આપવા માટે ટ્રેનિંગ મોડ્યુલ વિકસિત કરવામાં આવવી જોઈએ. પ્રોફેશનલો, સાયકિયાટિસ્ટો, ક્લિનિકલ સાયકિયાટ્રિસ્ટો, સામાજિક કાર્યકર્તાન્ઓને અને મનોરોગની નર્સો સુવિધા હોવી જરૂરી છે

22 માનસિક બીમાર વ્યક્તિઓની નિદાન અને સારવાર માટે વિવિધ માનસિક આરોગ્યની સેવાઓ પ્રત્યે જેતે વ્યક્તિએ સંવેદનશીલ વ્યવહાર હોવો જોઈએ. બધી સંસ્થાઓ, હોસ્પિટલોમાં આ માટેની ખાલી જગ્યાઓએ તત્કાળ અસરથી ભરતી થવી જોઈએ.