’71ના યુદ્ધની અડધી સદીઃ કેટલી ફિલ્મો બની? જાણો…

3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કરીને 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. આ યુદ્ધને 52 વર્ષ પુર્ણ થાય છે ત્યારે એના અંગે ઘણા પુસ્તક દ્વારા જાણકારી મળે છે. જેમાં ભારત અને પાકિસ્તાનની રાજકીય સ્થિતિ, ભારતના શહીદ, ઘાયલ, ગુમ સૈનિક તેમજ પાકિસ્તાનના સૈન્યની સ્થિતિ, આત્મસમર્પણ કરનાર સૈનિક, અને ખાસ લે.જનરલએ એ નિયાઝીની પાકિસ્તાનમાં કેવી સ્થિતિનો સામનો કરવો પડેલોએ જાણવા મળ્યું. આગળ જતા ૧૯૭૧ના યુદ્ધ વિષયને લઈને ઘણી ફિલ્મો પણ બની.

તારીખ ૪ થી ૭ ડિસેમ્બર ૧૯૭૧ દરમિયાન લોગેવાલ ખાતે ભીષણ યુદ્ધ થયું અને તેમાં મેજર કુલદીપ સિંહ ચાંદપુરી અને તેમના સાથી સૈનિકોની બહાદુરી ની ચર્ચા થઈ જે બેટલ ઓફ લોગેવાલ તરીકે જાણીતી બની અને તેના પરથી હિન્દી ફિલ્મ બોર્ડર  વર્ષ ૧૯૯૭ માં રજૂ થયેલી.

તારીખ ૩-૪ ડિસેમ્બર ૧૯૭૧ દરમિયાન ભારતીય નૌકાદળના ખૂબ સાહસિક પરાક્રમ દ્વારા પાકિસ્તાનની શક્તિશાળી સબમરીન ગાઝીને નાશ કરવામાં આવેલી જેમાં લગભગ ૯૩ પાકિસ્તાની સૈનિક ગાઝી સાથે જળસમાધિ થયેલ આ ઘટના આધારિત વર્ષ ૨૦૧૭ માં હિન્દી ફિલ્મ ‘ધ ગાઝી એટેક’ રજૂ થયેલી.

૧૯૭૧ યુદ્ધની ઘટના અનુલક્ષીને મેઘના ગુલઝાર નિર્દેશિત અને આલિયા ભટ્ટ, વિકી કૌશલ અભિનીત  જાસૂસી ફિલ્મ ‘રાઝી’ વર્ષ ૨૦૧૮માં રજુ થયેલી.

૧૯૭૧ યુદ્ધ દરમિયાન વાયુ સેના દ્વારા ક્ષતિગ્રસ્ત એરબેઝને લોક સહયોગ વડે તાત્કાલિક ઉભું કરી પાકિસ્તાનની મેલી મુરાદ પર પાણી ફેરવી નાખવાની વાત રજૂ કરતી અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા અભિનીત ફિલ્મ ‘ભુજ’ વર્ષ ૨૦૨૧માં રજૂ થયેલી.

ઉલ્લેખનીય છે કે, તારીખ ૩/૧૨/૧૯૭૧ની સાંજે ૫:૪૦ વાગ્યે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો, ભારત દ્વારા તે હુમલાનો કડક જવાબ આપ્યો અને અંતે તારીખ ૧૬/૧૨/૧૯૭૧ની સાંજે ૬;૩૦ વાગ્યે ( ભારતીય સમય મુજબ ) ઢાકાના રેસકોર્સ મેદાન ખાતે તે વખતના પૂર્વી પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ અમીન અબ્દુલ્લા ખાન નિયાઝી એ ભારતના લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સમક્ષ હસ્તાક્ષરીત આત્મસમર્પણના દસ્તાવેજ પર સહી કરી યુદ્ધ વિરામ થયું. એ સમયે જ ભારતનો વિજય અને નવા બાંગ્લાદેશનો ઉદય થયો. સાથે જ  રવીન્દ્રનાથ ટાગોર દ્વારા ૧૯૦૫ માં લખેલ ગીત ” આમર સોના બાંગ્લા..”  લગભગ સાડા છ દશક બાદ બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત બન્યું.

(ડો. હેમીલ પી લાઠીયા)