થિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’

‘સ્વાગતમ’ એક અનોખી થ્રિલર-રોમાન્ટિક-કૉમેડી ફિલ્મ 20 મેના રોજ થિએટર પહેલાં શેમારૂમી પર રિલીઝ થઇ. જ્યારે મોટાભાગના થિએટરો મહામારીના કારણે અનિશ્ચિત સમય માટે બંધ છે ત્યારે ડિજિટલી ફિલ્મ રિલીઝ કરવાનું આ સાહસિક પગલું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સારા સમાચાર છે. ‘સ્વાગતમ’ને દર્શકો તરફથી ખૂબ જ ઉમદા અને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે અને ફિલ્મની અનોખી ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજી દ્વારા વધુ ને વધુ દર્શકો ફિલ્મ નિહાળી શકે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવા મુશ્કેલીના સમયમાં જ્યારે લોકોમાં 24 કલાક આવનારી અણધારી પરિસ્થિતિની ભીતિ છે ત્યારે શેમારૂમી એક હળવું અને મિત્રતાસભર મનોરંજન પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ‘સ્વાગતમ’ આપણી આસપાસની અનિશ્ચિત પરિસ્થિતિમાં એક મનોરંજક વાતાવરણ પ્રસ્થાપિત કરે છે જેને દર્શકો ઘેર બેસીને સુરક્ષિતરૂપે નિહાળી શકે છે.

આ ફિલ્મના નિર્દેશક નીરજ જોશી છે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં મલ્હાર ઠાકર જે માનવના પાત્રમાં છે. માનવ એક વિનોદી અને પારિવારિક વ્યક્તિ છે જેના પોતાના ઘણા મુદ્દાઓ/ફોબિયા છે. કથા પટેલ જાન્વીના પાત્રમાં છે જે મનમોજી છોકરી છે અને માનવની પડોશી છે જે દરેક પરિસ્થિતિમાં માનવની પડખે ઊભી રહી તેને સાથ આપે છે. આમ તે ‘મહેતાના મેડહાઉસ’ની અનોખી સભ્ય છે.

સુપર ટેલેન્ટેડ વંદના પાઠક 70 વર્ષનાં સરયૂદેવીનું પાત્ર ભજવી રહ્યાં છે જે આખા ઘરને તેના હકારાત્મક અભિગમથી ઉજાગર કરે છે. ઓજસ રાવલ એક શાતીર ચોરના પાત્રમાં છે અને ચેતન ધાનાણી કાર્તિક ચિન્મય ડોડીયાના પાત્રમાં છે જે પોલીસ ઓફિસર છે અને લાગણીશીલ ભાઈ છે. આ ફિલ્મ મસ્તી, ડ્રામા, રોમાંસ અને થ્રિલરની રોલર કોસ્ટર રાઈડ જેવી છે જેનાં ક્રેઝી પાત્રો દર્શકોને ચોક્કસપણે મનોરંજન પૂરું પાડશે. મહેતા પરિવારના તમામ સભ્યો એક ‘હેપી ગો લકી’ ગુજરાતી ફેમિલીને દર્શાવે છે એટલે જ દર્શકોને એક અદભુત ઘર જેવા વાતાવરણનો અનુભવ થશે.

‘સ્વાગતમ’ના ડિજિટલ રિલીઝ થકી શેમારૂમી ચોક્કસપણે દર્શકોના જીવનમાં અનેરો આનંદ લાવ્યું છે. શેમારૂમી દર્શકોના મળી રહેલા અદભુત અભિપ્રાયોથી ખૂબ જ આનંદિત છે તેમજ આવનારા પહેલા સપ્તાહમાં ફિલ્મને વધુ કેવો પ્રતિસાદ મળશે એ માટે પણ ઉત્સાહિત છે. OTT પ્લેટફોર્મ્સએ વર્તમાન પરિસ્થિતિમાં એક્ટર્સ અને તેના વફાદાર દર્શકોને જોડવામાં મદદ કરી છે.

શેમારૂમી ગુજરાતી કન્ટેન્ટનો મોટો ખજાનો ધરાવે છે જેમાં બ્લોકબસ્ટર ફિલ્મો, નાટકો, ઓરિજિનલ-વેબ સિરીઝ અને બીજા ઘણા બધા કન્ટેન્ટ ખાસ કરીને બધા જ વયજૂથના ગુજરાતી દર્શકોને અનુરૂપ છે. શેમારૂમી અમર્યાદિત મનોરંજન સાથે દર અઠવાડિયે નવા કન્ટેન્ટ રજૂ કરવાનું વચન આપે છે.

શેમારૂમી ગુજરાતી કન્ટેન્ટની વિશાળ લાઈબ્રેરી છે જે આખા પરિવારને મનોરંજન પ્રદાન કરે છે. ios યુઝર્સ પોતાના ડિવાઈસ પર ઓફિશ્યલ વેબસાઈટ પર જઈ, એપ્લિકેશનમાં લોગ-ઈન કરી શકે છે.

‘સ્વાગતમ’ના ફિલ્મ નિર્માતા ટૅરાબેનો પ્રોડક્શન હાઉસના ભરત સેવક, દિવ્યેશ દોશી અને NJ પ્રોડકશન હાઉસ સહનિર્માતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]