કન્યાઓ માટે નિષ્ણાતો આપે છે બ્યુટી ટિપ્સ

CourtesyNykaa.com

લગ્ન તો ફક્ત એક જ દિવસમાં સંપન્ન થઈ જતાં હોય છે, પણ એની યાદગીરી જીવનભર રહેતી હોય છે. તેથી જો એ દિવસે તમારો મેકઅપ પરફેક્ટ ન હોય તો તમને જિંદગીભર અફસોસ રહી જાય. ઘણાય સાથે આવું બનતું હશે… લગ્નના દસ વર્ષ પછી જ્યારે તમે તમારાં લગ્નનાં ફોટા જુઓ ત્યારે થાય કે, ‘અરે, મેં તો કેટલો બધો હેવી મેકઅપ કર્યો હતો.’ ત્યારે તમને એ ફોટા કચરાટોપલીમાં ફેંકી દેવાનું સહેજે મન થઈ જાય. વર્તમાન ટ્રેન્ડ અને ક્લાસિક લુક વચ્ચે જો સંતુલન જાળવવામાં આવે તો દુલ્હનનો લુક આદર્શ બની શકે. તેથી જો તમે નજીકના જ ભવિષ્યમાં શ્રીમતી બનવા જઈ રહ્યાં હો અને એવા મેકઅપ લુકની ઈચ્છા રાખતા હો કે જે બાકીની જિંદગીમાં તમને કોઈ પ્રકારનો અફસોસ ન કરાવે તો અમે આ ક્ષેત્રનાં અમુક એવા નિષ્ણાતોને મળ્યા છીએ જેઓ તમને એવો લુક મેળવવામાં મદદરૂપ થશે કે લગ્નના દિવસે તમને લોકો ટગર ટગર જોયા જ કરશે અને દાયકાઓ પછી પણ તમારો લુક જોઈને લોકો વખાણ કરશે.

અહીં પ્રસ્તુત છે જાણીતાં બ્યુટી એક્સપર્ટ્સની લેટેસ્ટ બ્રાઈડલ મેકઅપ વિશેની ટિપ્સ અને ટ્રેન્ડ્સની જાણકારીઃ

નમ્રતા સોનીઃ

આંખોઃ લગ્નમાં દરેકનું ધ્યાન તમારી ઉપર રહેતું હોય. ત્યારે તમારી આંખોનો મેકઅપ પણ એવો હોવો જોઈએ કે તમારી આંખોનું ઝબકવું સ્વાભાવિક લાગે. નમ્રતાનું માનવું છે કે, ”ક્રોમ તેમજ મેટલિક શેડ તો આઈલિડ્સ માટે જામે જ છે. ઉપરાંત સિલ્વર, ગોલ્ડ તથા કોપર શેડ તો એથીય વધુ જામશે. કાજલનો કલર ઈન્ડિગો બ્લ્યૂ, ફોરેસ્ટ ગ્રીન, હલકો ગોલ્ડ તેમજ ચોકલેટી બ્રાઉન અદભુત લાગશે.” એની પર હલકી આઈ લાઈનર તથા મસ્કારાનો કોટ લગાડો અને જો નકલી પાંપણો પણ લગાડવામાં આવે તો તમે બહુ જ સુંદર દેખાશો!”

હોઠઃ બોલ્ડ રેડ તો હવે બહુ વિતી ગયેલો જૂના જમાનાનો કલર છે. તે માટે નમ્રતા સૂચવે છે, ”હલકા પિન્ક રંગ સાથેની ન્યૂડ લિપસ્ટિક વાસ્તવિક લાગશે. જ્યારે ગુલાબ જેવા પિન્ક કલરની લિપસ્ટિક તો કન્યાની પસંદગીનાં કોઈપણ રંગના પરિધાન ઉપર જામે. પિન્કના ટિન્ટ સાથેની ન્યૂડ લિપસ્ટિકથી કન્યાનો ચહેરો એકદમ ફ્રેશ દેખાશે.”

ત્વચાઃ કન્યાનો દેખાવ તો ત્યારે દીપી ઉઠે છે જ્યારે એની સ્કિન બ્રાઈટ હોય. તે વિશે નમ્રતાનું કહેવું છે, ”આસાન રીત એ છે કે મેકઅપ એવો હોવો જોઈએ કે જેનાથી તમારો ચહેરો તાજગીભર્યો લાગે. હું તો ચમક લાવવા માટે કોઈક વાર કન્યાનાં ચહેરાનાં અમુક ભાગ પર પેટ્રોલિયમ જેલીનો પણ ઉપયોગ કરું છું.”

પ્રોફેશનલ ટિપઃ ”મેકઅપ હંમેશા વોટર-પ્રુફ તથા સ્મજ-પ્રુફ વાપરવો. મેકઅપનો છેલ્લો ઓપ આપ્યા બાદ હાઈડ્રેટિંગ સેટિંગ સ્પ્રેનો આગ્રહ રાખવો. એનાથી મેકઅપ વિખરાતો નથી. સાથે લુઝ પાવડર લગાડ્યો હોય તો મેકઅપ લાંબા સમય સુધી સચવાઈ રહે છે.”

એલ્ટન ફર્નાન્ડિસ

આંખોઃ એલ્ટનએ જાણીતી સેલિબ્રિટી અદિતિ રાવ હૈદરી તથા ડાયના પેન્ટીની આંખો માટે મેટલિક શેડનો ઉપયોગ કરીને એમની આંખોને જાદુઈ ટચ આપેલો. કન્યાઓ માટે એલ્ટનનું કહેવું છે, ”આંખોની પાંપણો પર ડાર્ક રંગના મસ્કારાનો ઉપયોગ તમારો આત્મવિશ્વાસ વધારી દે છે.”

હોઠઃ હોઠના મેકઅપ માટે કઈ પ્રોડક્ટ્સ ઓવરરેટેડ ગણાય? એ વિશે પૂછતાં એલ્ટન જણાવે છે, ‘લાલ લિપસ્ટિક. આ કલરનો હલકો એવો શેડ લેવો જે તમારી પર્સનાલિટી સાથે બરાબર મેચ થાય.” ચહેરા પર મોતી જેવી સૌમ્ય ચમક લાવવા માટે મેટાલિક હોઠ પરફેક્ટ ગણાશે.’

ત્વચાઃ ત્વચા તો ચળકતી જ હોવી જોઈએ એવું એલ્ટન માને છે. કન્યાને પ્રતિમા જેવી સુંદર બનાવવા માટે એનાં ચહેરા પર હાઈલાઈટર અને કોન્ટુર અજમાયશની તો એલ્ટન ના જ પાડે છે. એમનું કહેવું છે, ”લગ્નના હોલમાં લાઈટના સતત ઝબકારાને કારણે કન્યાનો ચહેરો ઘણી વાર વધુ પડતો ધોળો અને ફિક્કો દેખાય છે. આવી બિનજરૂરી ધાંધલને ટાળવા માટે સ્ટ્રોબ, કલર કરેક્ટ અને કોન્ટુર દ્વારા ચહેરા તથા ગળાને અનુરૂપ મેકઅપ હાઈલાઈટ કરવો જોઈએ,” એવું એલ્ટન કહે છે.

પ્રોફેશનલ ટિપઃ ”લગ્ન પ્રસંગ વખતે માનસિક તાણ રહે એ તો સ્વાભાવિક છે. એને કારણે પણ ઘણી વાર કન્યાનાં ચહેરા પર ખીલ ઉપસી આવે છે. એમાં રાહત મળે એ માટે માથામાં ગરમ તેલથી નિયમિત માલિશ કરવું જોઈએ. બોડી રીફ્લેક્સોલોજીથી પણ શરીરને હળવુંફૂલ રાખવું જોઈએ. આનાથી લોહીનું પરિભ્રમણ સારું રહે અને શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર થાય.”

ઓજસ રજાની

આંખોઃ શ્યામરંગી ત્વચા વિશે એવી માન્યતા છે કે હળવા રંગનો મેકઅપ આવી ત્વચા પર બહુ ન જામે. ઓજસ આની સાથે સહમત થતાં નથી. એમનું કહેવું છે કે આ કળા તો રંગોનું સરસ રીતે મિશ્રણ કરવાની છે. ગોરી ત્વચા માટે એમની સલાહના રંગો છે, પિન્ક અને કોરલ. એમનું કહેવું છે કે ”ઘઉંવર્ણી ત્વચાવાળી કન્યાઓનો શણગાર પીચ અને સોનેરી રંગથી કરવાનું મને વધારે ગમે છે.” ઓજસ પર્લી શેડ્સની ખાસ સલાહ આપે છે, કારણ કે એને લીધે તમારી નેચરલ આંખોનો કલર હાઈલાઈટ થાય છે.

હોઠઃ ”ડાર્ક સ્મોકી આંખો સાથેના મેકઅપ વિશે તેમનું એવું કહેવું છે કે સહેજ ચમકદાર અને ગ્લોસી હોઠથી તમે જાજરમાન દેખાવ.” આમાં એ ઉમેરે છે કે ”લિપ-લાઈનર્સ તો જ વાપરવા જો એનો ઉપયોગ હોઠને કલર કરવા માટે કરવો હોય અને લિપસ્ટિકને ફેલાતી અટકાવવી હોય.”

ત્વચાઃ ”જેટલું ઓછું એટલું વધારે સારું! આ માન્યતા જરાય ખોટી નથી. તમારો લુક કુદરતી ચમકદમકવાળો હોવો જોઈએ. ભારે ભરખમ મેકઅપવાળો નહીં. મેકઅપના થથેડા કરવાથી કંઈ તમે સુંદર દેખાવાના નથી, ઉલટાનું તમે થાકેલા ને ઘરડાં જેવા દેખાશો,” એમ ઓજસ જણાવે છે.

પ્રોફેશનલ ટિપઃ ”બ્યુટી વિશે તમને જે કંઈ મૂંઝવણ હોય તે આ નિષ્ણાતને જણાવો. તમારે તમારાં મેકઅપ આર્ટિસ્ટ સાથે મુક્ત રીતે વાતચીત કરીને તમારાં પ્રશ્નો તથા આઈડિયા એમને જણાવવા જોઈએ. તમારો મેકઅપ એવો જોઈએ જે વરનાં લુકને અનુરૂપ હોય.”


નાયકા સલાહ આપે છેઃ

Nykaa Sealed with a Kiss! Lip Palette – Flower Child 02

Avene Thermal Spring Water

Maybelline New York Lasting Drama Gel Eyeliner – Black

PAC HD Liquid Foundation

NYX Professional Makeup Long Lasting Makeup Setting Spray Dewy Finish

Makeup Revolution Fortune Favours The Brave 30 Eyeshadow

Lakme 9 to 5 Naturale Matte Sticks Lipstick – Crimson Town