ફંડામેન્ટલ ધરાવતાં શેરો ખરીદવાની તક

શેરબજારમાં આવનાર વર્ગ વર્ષોથી રસ ધરાવતો હોય છે અને સતત ચર્ચામાં રહેતો હોય છે. ખાસ કરીને સટ્ટો કરનાર વર્ગ અગ્રેસર જોવાય છે અને અમારા અનુભવે શીખવા મળેલ છે કે સારી અને ખાનદાન, સારો નફો કરતી અને સારી પ્રોડક્ટ ધરાવતી કંપની સમયાંતર સારું વળતર આપે જ છે. મધ્યમથી લાંબા ગાળા માટે ૨૪થી ૩૬ મહીનાનું રોકાણ કરનાર વર્ગ સરેરાશ ૩૦ ટકા વાર્ષિક વળતર મેળવી શકે છે. તો બીજીબાજુ સટ્ટો  કરનાર વર્ગ નુકસાની ચૂકવે છે અને સરવાળે નુકસાનને વરે છે. આથી રોકાણકારોએ લાંબાગાળાના રોકાણનો વ્યૂહ લેવો જોઈએ.

શેરબજારની તેજી મંદી ભાવાંક અર્થાત નિફ્ટી અને મુંબઈ શેરબજાર ભાવાંક પરથી નક્કી થાય છે જે મહદઅંશે સૌને ખબર છે.

નિફ્ટી ઈન્ડેક્સ: હાલમાં નીચામાં ૯૯૬૦ના સ્તરેથી સુધારા તરફી ચાલ જોવા મળી છે, તે ગત સપ્તાહમાં ૧૦,૭૮૭ના લેવલ પાસે કામચલાઉ ટોપ બનાવેલ છે. હવે ઑવરબોટ સ્થિતિ દેખાય છે, આથી ૧૦,૭૯૦ આસપાસ વેચવાલી અર્થાત નફારૂપી વેચવાલી જોવાશે. નીચામાં ૧૦,૫૩૦ નીચે ના જાય ત્યાં સુધી મોટી ખરાબી નથી જણાતી અને ટેકો મળતો રહે.આ કરેક્શનમાં સારી અને નીવડેલી કંપનીમાં રોકાણ કરવાનું પસંદ કરવું. ૧૦,૭૮૦ કુદાવે તો વધઘટે ૧૧,૦૦૦થી ૧૧,૨૦૦ની નિફ્ટીનું લેવલ જોવા મળે.

આ અંકમાં આપણે  આવી જ ઇન્વેસ્ટમેન્ટ અર્થાત મધ્યમથી લાંબાગાળા માટે કેટલીક સારી કંપની વિષે વાત કરીશુ.

(1) મોરગેનિટ ક્રુસિબલ: ભાવ રૂ: ૧૪૫૩ આ શેરના બેઝિક આંકડાઓ આ મુજબ છે: માર્કેટકેપ રૂપિયા ૪૦૪.૯૪ છે. બુકવૅલ્યુ રૂપિયા ૩૨૨.૮૯ છે. પી. ઈ. ૩૫.૯૯ અને ડિવિડન્ડ યીલ્ડ ૦.૫૫ છે. કંપની ફક્ત બીએસઈ પર લિસ્ટેડ છે.  પાછલા ૩ મહીનાથી આ શેરેમાં તેજીનો વક્કર જોવા મળી રહેલ છે અને રૂ. ૯૦૫ના નીચા સ્તરેથી સુધારો જોવાયો છે. ગ્રેફાઇટ સેક્ટર અર્થાત બેટરી સેક્ટરમાં તેજીનો માહોલ જોવાય બાદ આ કંપની લાઇટમાં આવી છે. ટેક્નિકેલ ચાર્ટની વાત કરીયે તો રૂ ૧૯૦ના નીચા લેવલથી સતત સુધારા તરફી માહોલ જોવાયો છે. રૂ. ૧૯૦ પછી રૂ. ૩૬૯ અને તે પછી રૂ ૬૦૦, રૂ, ૮૬૦ અને તાજેતરમાં રૂ ૧૦૮૧ની હાયર બોટમ બનાવી છે.આ શેરના બધા જ ઇન્ડિકેટર અને મુવિંગ એવેરજ તેજી તરફી છે અને લાંબાગાળે સારું વળતર મળી શકે તેવું ચાર્ટ અને કંપનીની તાજેતરની કામગીરી પરથી પ્રતિત થાય છે.

આવનારા દિવસોમાં આ શેરનો ભાવ ટૂંકા સમયમાં રૂ ૧૫૨૪થી ૧૫૫૦ આસપાસ અને ૧૨ થી ૨૪ મહિનામાં ૨૦૦૦નો ભાવ જોવા મળી શકે.

2) એડેલવાઇસ: ભાવ રૂ ૨૯૫ ઉપરોક્ત કામની ફાઇનાન્સ, બ્રોકિંગ અને નાણાકીય સેવામાં કાર્યરત છે. કંપનીની નાણાકીય કામગીરી પણ સારી છે અને માર્કેટ કેપ ૨૬,૭૯૦નું છે હાલમાં ૨૯૫ના ભાવેમાં મધ્યમથી લાંબા સમયની અવધિ માટે સારું વળતર આપે તેવી ચાર્ટની પેટર્ન છે. નીચામાં રૂ. ૨૨૬ના સ્તરથી સુધારો શરુ થયા પછી સાપ્તાહિક દ્રષ્ટિએ ૪ ટકા, માસિક દ્રષ્ટિએ પાંચ ટકા અને ત્રિમાસિક દ્રષ્ટિએ ૨૪ ટકાનું વળતર મળી રહેલ છે. મધ્યમ રીતે વિચારીયે તો 286 ખુબજ અગત્યની ટેકાની સપાટી છે અને તે લેવલ સંગીન ગણી શકાય.તાજેતરના ત્રિમાસિક પરિણામોમાં સુધારો સ્પષ્ટ દેખાય છે અને પ્રવાહ તેજીનો યથાવત રહે તેવું માનવાને ચાર્ટ મજબુર કરે છે. નજીકના દિવસોમાં રૂ ૩૧૫, રૂ ૩૩૩ સુધીનો સુધારો આસાનીથી જોવા મળી શકે. ઇન્વેસ્ટર વર્ગે આ શેર ધ્યાનમાં રાખી શકાય.

૩) એચડીઅફસી લાઈફ: 497: ખાનદાન કંપની વિષે લાબું વિચારાય જ નહિ. એચડીએફસી ગ્રુપની આ કંપની ટૂંક સમય પહેલા આવી છે અને રોકાણકારોને મધ્યમથી લાંબા સમયની અવધિ માટે સારું રોકાણ કરવાની તક મળેલ છે. ઈન્સ્યોરન્સ સેક્ટરમાં આવતી આ કંપનીના આગામી પ્રોસ્પેક્ટ ખુબજ ઉજળા જણાય છે. હાલમાં ઈન્સ્યોરન્સ સેક્ટર વ્યક્તિગત રીતે જોઈએ તો ખુબ સામાન્ય insure  છે. અને આગામી વર્ષોમાં ઘણા નવા પ્રોડક્ટ આવશે. કંપની ધીમી પણ સંગીન ગતિએ આગળ વધતી જોવાશે. સારા મ્યુચુઅલ ફંડમાં અને ફંડ મેનેજરો પણ આ કંપનીમાં રોકાણ કરવાની પસંદગી કરે છે.

રૂ ૪૧૮ના ભાવે લિસ્ટ થયા બાદ નીચામાં રૂ ૩૫૭ ની બોટમ તે પછી પાછું વાળીને જોયું નથી. સતત ૩૭૨, ૪૧૭, ૪૮૬ અને હાલમાં ૪૯૯ ની બોટમ પ્રસ્થાપિત થઇ છે. મધ્યમ સમય માટે અને ઇન્વેસ્ટરોએ પોર્ટફોલિયોમાં વસાવવા લાયક અને વારસામાં આપવા જેવો આ શેર છે.

આવનારા ૩થી ૬ મહીનામાં ૫૪૪થી ૫૯૦નો ભાવ જોવા મળી શકે છે.

4) જીએમએમ ફોઉડલેર: રૂ 798: ૬ થી ૧૨ મહીના માટે ઇન્વેસ્ટરને પસંદ પડે તેવી આ કંપની છે.

ગ્લાસલાઇન ઇકવીપનેન્ટ બનાવતી કેમિકેલ કંપની પાછળ બે ક્વાર્ટરથી સારી કામગીરી કરી રહી છે. તેટલું જ નહિ આવનારા નજીકના ભવિષ્યમાં ખુબ સારું વળતર ઈન્વેસ્ટરોને આપે તેવી સંભાવના તાજેતરની કામગીરી પરથી મળે છે. દૈનિક રીતે ૨.૪૦ ટકા, સાપ્તાહિક રીતે ૬.૧૫ ટકા, માસિક રીતે ૧૨ ટકાનો સુધારો બતાવ્યો છે અને હજી સારું વળતર મળવાની પુરી સંભાવના છે. વાર્ષિક રીતે કામગીરીમાં ૧૮ ટકાનો સુધારો.કંપની સતત તેની પ્રોડકટમાં સુધારો અને ઉમેરો કરી રહી છે. નોન ગ્લાસ લાઈન ઇકવીપમેન્ટમાં વધારો કરી રહી છે  આ ઉપરાંત હેવી એન્જિનિરીંગ ઈક્વિપમેન્ટમાં ખાસ ધ્યાન આપી રહેલ છે.

ચાર્ટ મુજબ વિચારીયે તો આ શેરે દરેક રોકાણકારોએ પોર્ટફોલિયોમાં દરેક ઘટાડે SIP  કરવી જોઈએ.

(નોંધ-અત્રે આપેલ સ્ક્રીપોમાં લેખકનો કોઈ હિસ્સો નથી, આ માત્ર ચાર્ટ બેઈઝ્ડ ટેકનિકલ વિશ્લેષણ છે, રોકાણકારોએ પોતાના રોકાણનો નિર્ણય જાતે જ લેવો.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]