આગામી ચૂંટણી બંને મુખ્ય રાજકીય પક્ષ માટે આકરાં ચડાણરૂપ

ગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બંને રાજકીય પક્ષોએ આ વખતે તનતોડ મહેનત કરવાની શરૂઆત કરી દીધી  છે. આવતીકાલથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ રહી છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓનો સમાવેશ થયેલ છે. તા.21 નવેમ્બર ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ છે. 24 નવેમ્બર ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે.
ગુજરાતમાં આ વખતે રાજકીય વાતાવરણમાં ગરમાવો ચૉક્કસ આવી જશે. સત્તાધારી ભાજપ પક્ષ સામે વિરોધનો વંટોળ ઉભો થઇ ગયો છે. આ વિરોધમાં ખાસ કરીને મોંઘવારી અને સત્તાધારી પક્ષ દ્વારા  કરવામાં આવતી ખોટી જાહેરાતો હવે પ્રજા જાણી ગઈ છે.
રાજ્યમાં હાર્દિક પટેલ, જીજ્ઞેશ અને અલ્પેશ ઠાકોર જેવા અલગ અલગ સમાંજના યુવાનો દ્રારા પોતાના સમાજ માટે લડી લેવાના મૂડમાં નીકળ્યા છે.ત્યારે રાજકીય વાતાવરણ ગરમાયું છે. તો બીજી તરફ ક્ષત્રિય  સમાજ અને બ્રહ્મસમાજ પણ લડાયક મૂડમાં આવી ગયું છે.
કોંગ્રેસના યુવા રાષ્ટ્રીય  નેતા રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાતોમાં પ્રજા દ્વારા મળતા સ્વયંભૂ  સમર્થનથી ભાજપ મોવડીમંડળ ચોંકી ઉઠ્યું છે. અને ભાજપે કેન્દ્રના સિનિયર લોકો અને ફિલ્મ પ્રચારકોને શેરીએ શેરીએ પત્રિકા આપતાં કરી દીધા છે.
રાહુલ ગાંધી હવે, દરેક સભામાં વડાપ્રધાનની ગરિમા જાળવવા અને તેમની સામે વ્યક્તિગત નામ લઈને ઉચ્ચારણો  ન કરવાની વાત દોહરાવી  તેનાથી રાજ્યમાં બુદ્ધિજીવી લોકો આ વાતને સારી ગણાવી ચોરે અને ચોંકે ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે. બીજું રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકરોને કોઈ પણ અપશબ્દો ન બોલવાની તાકીદ કરી છે.  તે પણ  એક સારી વાત બની છે. તેમ  લોકો માની રહ્યા છે.
રાજ્યમાં રાહુલ ગાંધી, વડાપ્રધાન અને ભાજપ રાષ્ટ્રીય પ્રમુખના  ગુજરાત રોકાણથી આગામી ચૂંટણીમાં આવનાર પરિણામ  કંઈક જુદું હશે તેમ સ્પષ્ટ  દેખાઈ રહ્યું છે. ગઈકાલે ગાંધીનગર ખાતે રાજપૂત સંમેલનમાં  રાજપૂત સમાજના એકતાની પણ બંને  પક્ષનાં મોવડીઓ દ્વારા  નોધ  લેવામાં આવી છે.