Chitralekha Event ‘ચિત્રલેખા’ યોજિત મ્યુચ્યુઅલ ફંડ સેમિનારમાં મુંબઈના ઈન્વેસ્ટરોએ મેળવ્યું કિંમતી માર્ગદર્શન February 7, 2019 'ચિત્રલેખા' અને 'આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ'ના સંયુક્ત ઉપક્રમે ૬ ફેબ્રુઆરી, બુધવારે મુંબઈમાં બીએસઈ લિમિટેડના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં 'મ્યુચ્યુઅલ ફન્ડ્સ એન્ડ ફાઈનાન્સિયલ પ્લાનિંગ કોન્ક્લેવ-2019' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોકાણકારો અને શ્રોતાઓને મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીરોકાણ વિશે રસપ્રદ-માહિતીપ્રદ ચર્ચા દ્વારા મહત્ત્વનું, કિંમતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિશેષ વક્તા - મહેશ પાટીલ (કો-ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર, આદિત્ય બિરલા સન લાઈફ) તથા બોમ્બે સ્ટોક એક્સચેન્જના એમડી અને સીઈઓ આશિષ ચૌહાણ ઉપરાંત કે.એસ. રાવ, એસ. ગુરુરાજ, મનીષ ઠક્કર તેમજ ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા તરફથી રોકાણકારોને જાણકારી પ્રાપ્ત થઈ હતી. આ વખતનો કાર્યક્રમ 'મ્યુચ્યુઅલ ફંડ કો જાનોગે તો માનોગે' શ્રેણી અંતર્ગત ૨૫મો કાર્યક્રમ હતો. રોકાણકારોને મુંઝવતા પ્રશ્નોના ઉકેલરૂપે પેનલ ડિસ્કસનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મોડરેટર અમિત ત્રિવેદી હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા આર્થિક પત્રકાર જયેશ ચિતલિયાએ કર્યું હતું. આ સેમિનારમાં 'ચિત્રલેખા'ના ચેરમેન મૌલિક કોટક તથા 'ચિત્રલેખા'ના તંત્રી ભરત ઘેલાણીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને વાઈસ ચેરમેન મનન કોટકે આભારદર્શન કર્યું હતું.મુંબઈ શેરબજારનો ગોન્ગ વગાડતાં મૌલિક કોટક અને કે.એસ. રાવ.વિશેષ વક્તાઃ મહેશ પાટીલ (કો-ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર, આદિત્ય બિરલા સન લાઈફ)શ્રોતાગણઅતિથિ વક્તાઃ આશિષ ચૌહાણ (એમડી એન્ડ સીઈઓ-બોમ્બે સ્ટોક એક્સચેન્જ)ગૌરવ મશરૂવાળામનીષ ઠક્કરએસ. ગુરુરાજકે.એસ. રાવ'ચિત્રલેખા' ગ્રુપના ચેરમેન મૌલિક કોટકમોડરેટરઃ અમિત ત્રિવેદી'ચિત્રલેખા' ગ્રુપના વાઈસ ચેરમેન મનન કોટકમનીષ ઠક્કરને સ્મૃતિચિન્હ આપતા મૌલિક કોટકકે.એસ. રાવને સ્મૃતિચિન્હ આપતા મનન કોટક'ચિત્રલેખા' ગ્રુપના વાઈસ ચેરમેન મનન કોટક