18મીએ ઈઝરાયલ PM તાજમહેલ નિહાળશે, CM યોગી કરશે સ્વાગત

0
2350

લખનઉઃ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ છ દિવસ ભારત યાત્રા પર આવી રહ્યાં છે. પોતાની યાત્રા દરમિયાન તેઓ 18 જાન્યુઆરીના રોજ તાજમહેલ નિહાળવા આગ્રા જશે. આ દરમિયાન આગ્રામાં તેમનું સ્વાગત ઉત્તરપ્રદેશ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કરશે.

 

 

 

 

 

 

ભારત ઈઝરાયલ સંબંધોને લઈને વડાપ્રધાનની પહેલને ઉત્તરપ્રદેશમાં આગળ વધારવા માટેનું કામ યોગી આદિત્યનાથ પર છે. એવામાં યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના કૃષિ અને કૃષી ટેક્નોલોજીમાં ઈઝરાયલની ટેકનોલોજીને લઈને વાતચીત કરશે.

21-22 ફેબ્રુઆરીના રોજ થનારી ઈન્વેસ્ટર્સ સમિટને લઈને યોગી આદિત્યનાથ ખૂબ ઉત્સાહિત છે અને પ્રાપ્ત માહિતી અનુસાર યોગી આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટર સમિટમાં ઈઝરાયલી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરવાની પણ ઈચ્છા ધરાવે છે. ઈઝરાયલના વડાપ્રધાનના આગ્રા પ્રવાસ દરમિયાન ઈન્વેસ્ટર સમિટને લઈને પણ યોગી આદિત્યનાથ અને નેતન્યાહૂ વચ્ચે વાતચીત થઈ શકે છે.