ન્યૂક્લિયર ડીલઃ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને છેલ્લીવાર માફ કર્યું

વોશિંગ્ટનઃ ઈરાન વિરૂદ્ધ પરમાણુ પ્રતિબંધ ન લગાવવા અમેરિકા રાજી થઈ ગયું છે. પરંતુ અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ છેલ્લીવાર હશે જ્યારે તે આ પ્રકારની છૂટ જાહેર કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે આ મુદ્દે રાજી થઈ ગયાં છે પરંતુ તેમની સામે 60 દિવસ બાદ ફરીથી આ મામલો લાવવામાં આવશે.

જ્યારે ઈરાન પર પરમાણુ પ્રતિબંધોને ન લગાવવાની જાહેરાત ટ્રમ્પ પ્રશાસને કરી તે જ સમયે અમેરિકી ટ્રેજરીએ ઈરાનની 14 કંપનીઓ અને વ્યક્તિ પર બેન લગાવી દીધો છે. અમેરિકાનું વલણ હવે કડકાઈભર્યું દેખાઈ રહ્યું છે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે વોશિંગ્ટનના યૂરોપીય સહયોગી 60 દિવસની આ છૂટની સમય મર્યાદાનો ઉપયોગ ઈરાન વિરૂદ્ધ કડક પગલાં ભરવા માટેની સહમતી બનાવવા માટે કરે.

વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે ઈરાન સાથે પરમાણુ સમજૂતીમાં બરકરાર રહેવા  માટે અમેરિકી રાષ્ટ્રપતિએ પગલુ ભર્યું છે, જો કે તેમણે જણાવ્યું કે ટ્રમ્પે પોતાના નિવેદનમાં એ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ છેલ્લીવાર પ્રતિબંધોને માફ કરી રહ્યાં છે. અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પ આ મુદ્દે હવે પોતાના યૂરોપિય સહયોગી દેશો સાથે કામ કરવા ઈચ્છે છે કે જેમણે ઈરાન સમજૂતીને બદલવા માટે એક નવી સમજૂતી કરવાનો આગ્રહ કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]