CBI કોર્ટે લાલુ પ્રસાદ યાદવને 3.5 વર્ષની જેલની સજા ફટકારી

રાંચી– સીબીઆઈની સ્પેશ્યિલ કોર્ટે આજે શનિવારે સાંજે લાલુ પ્રસાદ યાદવ સહિત 16 આરોપીઓને સજા સંભળાવી છે. જે અગાઉ જજે કહ્યું હતું કે બધા સ્વસ્થ છો ને. બરાબર સવા ચાર વાગ્યે સીબીઆઈ જજ શિવપાલ કોર્ટ રૂમમાં આવ્યા હતા. અને સજા સંભળાવી હતી.

  • લાલુ પ્રસાદને 3.5 વર્ષની જેલની સજા અને રૂપિયા 5 લાખનો દંડ કરાયો છે.
  • અન્ય આરોપીમાં ફુલ ચંદ, મહેશ પ્રસાદ, બેક જુલિયસ, સુશીલ કુમાર, સુનિલ કુમાર, સુધીર કુમાર અને રાજા રામને 3.5 વર્ષની જેલની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ કરાયો છે.
  • જગદીશ શર્મા સહિત 4 આરોપીને 7 વર્ષની જેલની સજા અને 10 લાખનો દંડ
  • સુનીલ ગાંધી, સંજય અગ્રવાલને 7 વર્ષની જેલ અન 10 લાખનો દંડ
  • ગોપીનાથ, ત્રિપુરારીને 7 વર્ષની જેલ અને 10 લાખનો દંડ
  • લાલુ પ્રસાદ યાદવે જામીન લેવા માટે હાઈકોર્ટ જવું પડશે
  • લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવના કહેવા પ્રમાણે કોર્ટના ન્યાય પર અમને વિશ્વાસ છે. અને તેમને જામીન મળી જશે. અમે આગળની કાર્યવાહી કરીશુંવીતેલા વર્ષના 24 ડિસેમ્બરે સીબીઆઈ જજે 1990-94ની વચ્ચે દેવધરના સરકારી કોષાગારમાંથી 89.27 લાખ રૂપિયાના ગેરકાયદે ઉપાડ મામલે લાલુ પ્રસાદ યાદવને દોષી જાહેર કર્યા હતા. આ મામલામાં કોર્ટે 22 આરોપીઓમાંથી 6 આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે. જેમાં રાજ્યના વધુ એક પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રનો સમાવેશ થાય છે. લાલુ સહિત દોષી ઠરાવાયેલા તમામ 16 લોકોને બિરસા મુંડા જેલમાં મોકલી દેવાયા હતા.

આ સાથે સીબીઆઈની સ્પેશ્યિલ કોર્ટે આરજેડી નેતા રઘુવંશ પ્રસાદ સિંહ, તેજસ્વી યાદવ અને મનોજ ઝાને કોર્ટના તિરસ્કાર બદલ સમન્સ મોકલ્યું છે. તેમને 23 જાન્યુઆરીએ કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કર્યો છે.