ચોમાસું મોડું થશે; કેરળમાં 4 જૂને બેસશેઃ સ્કાયમેટની આગાહી

0
1222

મુંબઈ – આ વર્ષે નૈઋત્યનું ચોમાસું મોડું બેસશે એવું ખાનગી વેધશાળા સ્કાયમેટનું અનુમાન છે.

ચોમાસું 4 જૂને કેરળમાં બેસશે, જે સામાન્ય કરતાં 3 દિવસ મોડું થશે. ચોમાસું દર વર્ષે 1 જૂને કેરળમાં બેસી જતું હોય છે.

સ્કાયમેટનું બીજું અનુમાન એવું છે કે આ વર્ષે દેશભરમાં ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેશે.

આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસું 22 મેએ બેસશે.

આ વર્ષે ચોમાસું નબળું રહેવાની 55 ટકા શક્યતા રહેલી છે.

કેરળમાં ચોમાસું મોડું બેસશે એટલે સ્વાભાવિક રીતે મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાનું આગમન લંબાશે. રાજ્યના દુકાળગ્રસ્ત મરાઠવાડા તથા વિદર્ભ વિસ્તારોને વરસાદ માટે વધારે રાહ જોવી પડશે.

મુંબઈમાં નૈઋત્યનું ચોમાસું 8-10 જૂન વચ્ચે બેસતું હોય છે, પણ આ વખતે તે મોડું આવશે. તે 15-18 જૂને અથવા 20 જૂન સુધી લંબાઈ જાય એવી સંભાવના છે.

ગયા વર્ષે ચોમાસું 9 જૂને બેસી ગયું હતું.