ભ્રષ્ટાચારઃ બાંગ્લાદેશના પૂર્વ PM ખાલીદા જિયાની જેલની સજા બમણી થઈ

ઢાકાઃ બાંગ્લાદેશની કોર્ટે અનાથાલય ભ્રષ્ટાચાર મામલે મંગળવારના રોજ વિપક્ષી નેતા અને પૂર્વ વડાપ્રધાન ખાલીદા જિયાની જેલની સજા પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરી દીધી. કોર્ટે અનાથાલય ભ્રષ્ટાચાર મામલે એસીસીની અપીલ બાદ આ નિર્ણય લીધો. પ્રાપ્ત વિગતો અનુસાર આઠ ફેબ્રુઆરીના રોજ વિશેષ કોર્ટે બાંગ્લાદેશની નેશનલિસ્ટ પાર્ટીના પ્રમુખ ખાલીદા જિયાને જિયા અનાથાલય ટ્રસ્ટની આશરે 2,00,000 ડોલરની રકમને ગબન કરવાના મામલે પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી.

એસસીના વકીલ ખુર્શીદ આલમે કોર્ટના નિર્ણય બાદ જણાવ્યું કે આ મામલે ખાલિદા જિયા પ્રમુખ સંદિગ્ધ હતી. આ જ કારણ છે કે અમે તેમની સજા વધારવાની માંગ કરી હતી. ઉચ્ચ ન્યાયાલયે અમારી અપીલ બાદ તેમની સજા પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરી દીધી. અત્યારે તમામ દોષિતોને 10 વર્ષની સમાન સજા મળી છે. અન્ય અભિયુક્તોની જમાનત અરજી ફગાવી દેવામાં આવી છે.

આ મામલો ભ્રષ્ટાચાર રોધી આયોગ એસીસીએ આંઠ વર્ષ પહેલા ખાલિદા વિરુદ્ધ નોંધ્યો હતો.એસીસીએ જિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેના પર અને અન્ય ત્રણ પર 3.154 કરોડ ટકાના ગબનના આરોપ લગાવ્યા હતા. આ મામલે અંતિમ સુનાવણી ખાલીદાની અનુપસ્થિતિમાં જ થઈ કારણ કે ભ્રષ્ટાચારના અન્ય એક મામલે જેલમાં છે.

જિયા ચેરીટેબલ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર મામલે અન્ય દોષિત ઠેરવેલા લોકોમાં ખાલિદાના પૂર્વ રાજનૈતિક મામલાના સચિવ હૈરિસ ચૌધરી, તેના પૂર્વ સહયોગી જિયાઉલ ઈસ્લામ મુન્ના અને ઢાકાના મેયર સાદેક હુસેન ખોકાના પૂર્વ પર્સનલ સચિવ મોનિરુલ ઈસ્લામ ખાન પણ સમાવિષ્ટ છે. નિર્ણય અનુસાર પૂર્વ વડાપ્રધાન અને ત્રણેય દોષિતો પર 10 લાખ ટકાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. દંડની રકમ ન ચૂકવવાની સ્થિતીમાં તેમને છ મહિનાની વધારે સજા પણ ભોગવવી પડશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જે વ્યાપારના દમ પર દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. હવે તે જ વ્યાપાર તેમના માટે મુસીબત બની રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વર્ષો સુધી ભારતને નજરઅંદાજ કરીને આખા એશિયા, આફ્રિકા અને યૂરોપમાં તેલનો વ્યાપાર કર્યો અને ખૂબ નફો પણ મેળવ્યો. પરંતુ હવે આરઆઈએલને પેટ્રોલિયમ વ્યાપારમાં દેશમાં મોટી ચૂનોતીનો સામનો કરવો પડી રહ્યો છે. તેલની કીંમતોમાં રેકોર્ડ તેજી બાદ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના કારણે આરઆઈએલને ઝાટકો લાગ્યો છે. આના કારણે રિલાયન્સને માર્કેટ કેપ મામલે નંબર 1 નો તાજ ગુમાવવો પડ્યો.