NDAમાં તિરાડઃ ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપને આપ્યો ઝટકો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રીયપ્રધાન અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષા ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન નહી કરે. ચૂંટણીમાં તેમની પાર્ટી પોતાના દમ પર જ લડશે. કુશવાહાએ સીટોની સંખ્યાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અમે 66 વિધાનસભાઓ પર પોતાના ઉમેદવારો ઉતારી રહ્યા છીએ.

મધ્યપ્રદેશમાં નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે અને આના પહેલા કુશવાહાનું આ નિવેદન એનડીએમાં પડતી તીરાડ બાજુ ઈશારો કરી રહ્યું છે. નવી દિલ્હી સ્થિત આવાસ પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આરએલએસપી અધ્યક્ષે જણાવ્યું કે  બીજેપીને આ મામલે પહેલા જ માહિતી આપવામાં આવી હતી કે અમારી પાર્ટી અને સમર્થકની ઈચ્છા શું છે. તેમણે તે સમયે જણાવ્યું હતું કે અમે વાત-ચીત કરીશું. જો કે ચર્ચાઓ તો સકારાત્મક રહી હતી પરંતુ અત્યાર સુધી કશું થયું નથી.

આ પહેલા તેઓ બીહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને રાજદ નેતા તેજસ્વી યાદવને મળ્યા હતા. બિહારના અરવલ સર્કિટ હાઉસમાં ત્યારે તેજસ્વી યાદવ મારા રુમમાં આવ્યા હતા. પરંતુ તે સમયે હું પાર્ટીના કામથી ક્યાંક બહાર ગયો હતો જ્યારે તેજસ્વી ત્યાં જ હતા. અમે ઘણા બધા લોકોની ઉપસ્થિતીમાં મળ્યા હતા. આરએલએસપી અધ્યક્ષ અનુસાર સીટો પર સન્માનજનક સમજૂતી થવી જોઈએ. જો જરુર પડે તો તેઓ આ મામલે પીએમ મોદી સાથે પણ મુલાકાત કરશે. કુશવાહાએ જણાવ્યું કે અમે ત્રણ સીટો માંગી છે.

અમે આ પહેલા પણ ત્રણ સીટો પર ચૂંટણી લડ્યા હતા. કોઈપણ સંસ્થામાં નફો-નુકસાનની વહેંચણી સંસ્થાના દરેક સદસ્યને લવી પડે છે. પરંતુ એવું ન હોય કે લાભ થાયતો તમારો અને નુકસાન થાય તો મારું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાંજે સાત વાગ્યે તેઓ બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે 230 સીટો વાળઈ વિધાનસભા માટે 28 નવેમ્બરના રોજ મતદાન થશે જ્યારે 11 ડિસેમ્બરના રોજ તેના પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.