ફ્લિપકાર્ટ 1 નવેમ્બરથી શરૂ કરશે ‘બિગ દિવાલી સેલ’

મુંબઈ – દેશના ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ફ્લિપકાર્ટે થોડા જ અઠવાડિયા અગાઉ તહેવારોની મોસમના આરંભે તેનું ‘બિગ બિલિયન ડેઝ સેલ’ યોજ્યું હતું અને લોકોએ એનો ઘણો લાભ લીધો હતો.

હવે ફ્લિપકાર્ટ લાવી રહ્યું છે તેનું ‘બિગ દિવાલી સેલ’.

આ ઓનલાઈન સેલ 1 નવેમ્બરથી શરૂ થશે અને 5 નવેમ્બર સુધી ચાલશે.

આ સેલમાં ગ્રાહકોને સ્માર્ટફોન, ટીવી સેટ તથા અન્ય ઘણી ચીજવસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે.

ગ્રાહકોને સેલ હેઠળના ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ ઉપરાંત એક્સચેન્જ વેલ્યૂ અને નો-કોસ્ટ EMIનો લાભ પણ મળશે.

વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટે સ્માર્ટફોન અને ટીવી સેટ જેવા ઉત્પાદનો પર આપવામાં આવનાર ડિસ્કાઉન્ટ્સ અને વિવિધ ઓફરો અંગે ટીઝર પેજ મારફત ગ્રાહકોને જાણકારી આપવાનું શરૂ કરી દીધું છે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]