ગંભીર બન્યો નેતા; શ્રેષ્ઠ કામગીરી બજાવવાની ખાતરી આપી

0
1560
ભારતીય ટીમનો ભૂતપૂર્વ ક્રિકેટર અને દિલ્હીનિવાસી ગૌતમ ગંભીર વિધિવત્ રાજકારણમાં જોડાયો છે. એ 22 માર્ચ, શુક્રવારે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયો છે. ભાજપના મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાનો અરૂણ જેટલી અને રવિશંકર પ્રસાદે ગંભીરને પાર્ટીમાં આવકાર આપ્યો હતો. બાદમાં પક્ષના પ્રમુખ અમિત શાહે પણ ગંભીરને પુષ્પગુચ્છ આપીને એનું બહુમાન કર્યું હતું.