રણવીર-આલિયાની ‘ગલી બોય’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું…

0
1126
રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત આગામી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘ગલી બોય’નું ટ્રેલર 9 જાન્યુઆરી, બુધવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ઉપરાંત ફિલ્મનાં સહ-નિર્માતાઓ ઝોયા અખ્તર, ફરહાન અખ્તર અને રિતેષ સિધવાની પણ ઉપસ્થિત રહ્યાં હતાં. રણવીરે પત્રકારોનાં આશ્ચર્ય વચ્ચે ફિલ્મના ટીઝર સોંગ ‘અસલી હિપ હોપ’ની ધૂન પર પોતાના સ્વરમાં એ ગીત પર ડાન્સ કર્યો હતો. ફિલ્મમાં રણવીર સડકછાપ રેપર આર્ટિસ્ટનો રોલ કરી રહ્યો છે. ફિલ્મ આગામી 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. (તસવીરો અને વિડિયોગ્રાફીઃ દીપક ધુરી)


(જ્યારે રણવીરે મિડિયાકર્મીઓ સમક્ષ પોતાની રેપ કળા (એક શબ્દથી સમગ્ર રેપ બનાવવાની કળા)નું શાનદાર રીતે પ્રદર્શન કર્યું હતું.)