શીર્ષાસનની આ રીત જાણી લો…

દિવાળી પછી નવા વર્ષમાં તમારા બધાનો સ્વાસ્થ્ય સારું કરે તેવી ઈશ્વરને પ્રાર્થના. જેવી રીતે સર્વાંગાસન બધા આસનોની માતા કહેવાય છે. તેવી રીતે શીર્ષાસન બધા આસનોના પિતા કહેવાય છે. લાગે અઘરું, પહેલા તો આપણાથી શક્ય જ નથી એવું લાગે, પરંતુ અભ્યાસ શરૂ કરીએ એને કરવાની ટેકનિક બરાબર સમજી લઈએ પછી શીર્ષાસન કરવું સહેલું છે. પરંતુ હું જે શીર્ષાસનની વાત કરું છું તે છે દોરડા પરનું શીર્ષાસન છે. જેમાં ગરદન/ડોક પર અસર કે પ્રેશર કે દબાણ આવતું નથી એટલે 9 વર્ષથી લઈને 90 વર્ષની વ્યક્તિ બધા જ આનો અભ્યાસ કરી શકે.

તમને વધારે રસ પડે એના માટે શીર્ષાસનના ફાયદા જણાવુ. મગજ, હાઇપોથેલેમસ, માથું અને ગરદનમાં રક્ત પ્રવાહ સુધરે છે. પિનિયલ, થાઇરોડ અને પેરા થાઇરોડમાં રક્ત પ્રવાહ સુધરતા એની કાર્યક્ષમતા સારી થાય છે. ફેફસામાંથી કફ દૂર કરી વેન્ટિલેશન સુધારે છે. મન વધુ પડતું ચલિત/ચંચળ હોય તો તેને સંતુલિત કરે છે. એકાગ્રતામાં વધારો થાય છે, આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. નિર્ણય શક્તિ મજબૂત થાય છે. સર્જનાત્મકતા સુધરે છે. આંતરિક જ્ઞાન અને આંખના તેજને વધારે છે. ENT ની સામાન્ય તકલીફો દૂર કરે છે.

ઓછામાં ઓછી પાંચ મિનિટ શીર્ષાસન કરવું જોઈએ. વાયુનું વિકાર દૂર થાય છે અને વાયુ દૂર થતાં, વાયુને કારણે જે તકલીફ થાય તે બધી દૂર થાય છે. પેટ હળવું બને છે, પેટ ભારે થતું હોય તો પેટ નરમ થાય. કબજિયાત, અજીર્ણ દૂર થતા શરીરના દુખાવા ઓછા થાય છે. ENDOCRINE DESORDERS BALANCE થાય છે. અનિંદ્રાની તકલીફ દૂર થતા મનનું સ્વાસ્થ્ય સારું થાય છે. જે બહેન દીકરીઓને PCOD કે PCOS ની તકલીફ હોય એમણે નિયમિત રૂપે 10 થી 20 મિનિટ શીર્ષાસન કરવાથી UTERUS ને OVARIES ની ક્ષમતા વધારે સારી થાય છે.

જેમને પગમાં વેરીકોઝ વેન્સ થઈ છે, પગની નસો ફૂલી જાય ને ક્યારેક દુખાવા પણ થતાં હોય તો બીજા 2 આસન કર્યા પછી શીર્ષાસન કરવું જોઈએ. લાંબા સમય સુધી રહેતી શરદી, ઉધરસ પણ નિયમિત શીર્ષાસન કરવાથી ઓછા થતા જાય છે. મૂળ વાત એ છે કે જ્યાંથી 72000 નાડીઓનું ઉદભવ સ્થાન છે. એ GUT નાભી સમાન થાય છે, ત્યાં જો IMBALANCE થાય તો શરીર અને મન બંને પર નકારાત્મક અસર થાય. શીર્ષાસન કરવાથી  GUT BALANCE પણ થાય છે એટલે જે મૂળ દોષ છે તે જ ઓછો થતાં બધા ફાયદા મળે છે.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)