બટેટાના ક્રિસ્પી પૅનકેક

ઝરમર વરસાદમાં પૂડલાની એક તદ્દન નવીન ટેસ્ટી ક્રિસ્પી વેરાયટી એટલે,  બટેટાના ક્રિસ્પી પૅનકેક! જે સહેલાઈથી બની જાય!

સામગ્રીઃ

  • 5-6 બટેટા
  • 2-3 લીલા કાંદા બારીક સુધારેલા
  • 1 ટી.સ્પૂન આદુની પેસ્ટ
  • 1 ટી.સ્પૂન લસણની પેસ્ટ (optional)
  • 1-2 લીલાં મરચાં બારીક સુધારેલાં
  • 1 ટી.સ્પૂન રેડ ચિલી ફ્લેક્સ
  • 1 ટી.સ્પૂન કાળાં મરી પાવડર
  • 3 ટે.સ્પૂન કોર્ન ફ્લોર અથવા ચોખાનો લોટ
  • 3 ટે.સ્પૂન ચણાનો લોટ, 2 ટે.સ્પૂન ખમણેલું ચીઝ
  • 1 કપ ધોઈને સુધારેલી કોથમીર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ શેલો ફ્રાઈ કરવા માટે

રીતઃ બટેટાને ખમણી લો અને ઠંડા પાણીમાં ધોઈ લો. ત્યારબાદ એને ચાળણીમાં કોટનનું એક પાતળું કપડું મૂકીને નિતારી લો. પાણી નિતરે એટલે કપડામાં બટેટાની છીણને બાંધીને. ફરી એકવાર દાબીને પાણી નિતારી લો.

બટેટાની છીણમાં તેલ સિવાયની બાકીની બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો. પૂડલાનું ખીરૂં બનાવીએ તેવું પણ થોડું ઘટ્ટ ખીરૂં પૅનકેક માટે બનાવી લો. ગેસ ઉપર એક નોન સ્ટીક તવો મૂકીને થોડું તેલ ઉમેરીને ગરમ થવા દો.

એક એક ટે.સ્પૂન મિશ્રણ લઈને તવામાં આવે એટલા નાના નાના ગોળાકાર પૅનકેક બનાવી દો. લગભગ 3 થી 4 પૅનકેક એક ટાઈમમાં બનશે. એનો આકાર તમે ગોળ અથવા ચોરસ બનાવી શકો છો.

ગેસની આંચ ધીમી મધ્યમ રાખીને ગોલ્ડન શેલો ફ્રાય કરી લો. પૅનકેક spatula વડે 1-2 મિનિટ બાદ ધીરેથી ઉથલાવો અને બીજી સાઈડ પાંચેક મિનિટ રાખીને શેકી લો. ગોલ્ડન રંગ આવે એટલે પૅનકેક ઉતારી લો.