ચાલો, ગૌમાંસ ત્યાગ કરવાનો સંકલ્પ કરીએ…

એક ગંભીર સંવેદનશીલ અને વિવાદાસ્પદ વિષય છે અને મને ખબર છે કે એ સાંપ્રદાયિક આરોપો-પ્રત્યારોપોને આકર્ષિત કરશે. મારા માટે એ કોયડા સમાન છે, કે એક મુસલમાન પોતાના સમાજના સભ્યોને ગાયોની કતલ કરવાનું અને ખાવાનું બંધ કરવાનો આગ્રહ કરે તો તેની દરેક જગ્યાએ પ્રશંસા થશે, પણ જો બિનમુસ્લિમ એ જ વાત કરશે તો તેના પર હિંસા ભડકાવવાનો આરોપ લાગી જશે.

ગયા મહિને મારી ટીમે આસામનાં બજારોમાં દરોડા પાડ્યા તો માલૂમ પડ્યુ હતું કે સેંકડો ગાયો અને વાછરડાંઓની ખુલ્લામાં કતલ કરવામાં આવે છે અને એને દુકાનોમાં વેચવામાં આવે છે. પોલીસ પણ સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા તેમ જ કાયદો-વ્યવસ્થાને બહાને કોઈ પગલાં નથી લેતી. આસામમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે અને ભાજપી રાજ્ય રમખાણોના ડરે કોઈ કાર્યવાહી નથી કરતું બાકી આસામમાં પણ કેરળ જેટલી જ ગાયોની હત્યા થાય છે. આવું બિહાર પણ કરે છે.

સિવાનમાં કતલખાનાની બાજુમાં કોલ્ડ સ્ટોરેજમાં 50 ટન ગાયનું માસ હતું અને અનેક ગાયો બહાર બાંધેલી હતી. ત્યાં ચારે બાજુ લોહી અને લાશો (ગાયો) હતી, પણ SP અને સ્થાનિક SHOને ત્યાં કંઈ મળ્યું નહોતું. મને એમાં આશ્ચર્ય જરાય નથી કે પોલીસ વધારાની આવકને કારણે એ કતલ કરવાની મંજૂરી આપે છે. બિહારમાં ગૌ હત્યાના કતલખાનાં મુસ્લિમોની વસતિમાં છે. ઔરંગાબાદ જેવા જિલ્લામાંથી ટ્રકો ભરીને ગાયોને કતલ કરવા માટે પશ્ચિમ બંગાળ લાવવામાં આવે છે. હપ્તા માટે પોલીસ ચોકીએ એમને અટકાવવામાં આવે છે. જો એને રોકવામાં આવે તો એ સંપ્રાદિયક હિંસાનું સ્વરૂપ લઈ લે છે, પણ કાયદો તો કાયદો છે. જો ગાયોની કતલ કરવી ગેરકાયદે છે તો પછી કાયદાનું પાલન કેમ નથી કરવામાં આવતું. યોગી આદિત્યનાથને એવું રાજ્ય સત્તા કરવા માટે મળ્યું છે, જ્યાં 20,000થી વધુ કતલખાનાં છે. તેમણે ત્રણ મહિનાની અંદર એમને બંધ કર્યાં, જે પોલીસે એને ખુલ્લા રાખવાની મંજૂરી આપી હતી, પણ હવે ત્યાં કોઈ કતલખાનું લગભગ નથી.

એ વિશે કોઈ શંકા નથી કે હિન્દુઓ પાસે પણ કતલખાનાં છે- ખાસ કરીને કેરળ અને આંધ્ર પ્રદેશમાં. એ અપવાદ છે કે ગૌમાંસ ખાનાર મુસલમાન હશે – એમ માનવામાં આવે છે. જે સમાજો વચ્ચે તણાવનું કારણ બની ગયું છે.

વળી, સોશિયલ મિડિયા પરનું વળગણ કોઈને પણ ડરાવવા માટે ઘણું છે. ઉદાહરણ તરીકે જો કોઈ એક મુસલમાન જેવી દેખાતી વ્યક્તિ વાછરડાને મારપીટ કરીને મોતને ઘાટ ઉતારે અને એ વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ જાય તો હંગામો મચી જાય, પણ ગ્રામીણ મહારાષ્ટ્રિયન ટોપી પહેરનાર એક દારૂડિયો ખેડૂત નીકળ્યો. બધાએ કેસમાંથી રસ લેવાનું ઓછું કર્યું અને વાછરડાને પોલીસ દ્વારા જપ્ત પણ કરવામાં ના આવ્યું, એ અજુગતું હતું કે એ વાછરડાની પ્રત્યેક દિવસ મારપીટ કરવામાં આવતી હતી. પણ ફરી એ જ સવાલ કે મુસલમાન ગાયને મારવાનું અને ગૌમાંસ ખાવાનું બંધ કરવાનો નિર્ણય કેમ નથી લેતા?  લોકશાહીમાં તમે જે ઇચ્છો છો એને ખાવાનો અધિકાર છે પછી ભલે (હાથીના માંસ પર પ્રતિબંધ કેમ છે?), જાતિભેદ, શાકભાજીમાં પણ જીવ હોય છે, એ ભારતની સભ્યતાને નષ્ટ કરી દેશે, વગેર…

હૈદરાબાદમાં ઓસ્માનિયા યુનિવર્સિટીમાં બીફ ફેસ્ટિવલ અને એ પછી પોર્ક ફેસ્ટિવલ આયોજિત કરવો એ બૌદ્ધિક રૂપે પ્રામાણિક માનવામાં આવે છે. વળી, હૈદરાબાદમાં મૃત પ્રાણીઓનો લડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ કંઈ લોકશાહી નથી. લોકશાહીમાં તમે જે ઇચ્છો એ કરી શકો છો. હિન્દુઓ મુસલમાનોની માંસ ખાવાની આદતને સહન કેમ નથી કરી શકતા, કેમ કે ગૌસેવા હિન્દુ ધર્મનો મૂળ સિદ્ધાંત છે. હિન્દુઓ જૂની માન્યતાઓને છોડી નથી શકતા.

કુરાનમાં હદીસમાં પયગમ્બરે એવો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો કે મુસલમાનોએ ગાયોને મારવી જોઈએ કે એનું માંસ ખાવું જોઈએ. સાઉદી અરેબિયાના રણમાં ગાયો નથી અને ઊંટનું દૂધ પીવામાં આવે છે. વળી, પયગમ્બરે માંસ ખાધું હોવાના રેકોર્ડ નથી.

કુરાનિક વિજ્ઞાનના એક ઇસ્લામિક વિદ્વાન ગુલામ રસૂલ દહેલવી અને નવી દિલ્હી સ્થિત જામિયા મિલિયા ઇસ્લામિયાના ઇસ્લામી અભ્યાસુ લખે છે કે કુરાનમાં માંસ ખાવાનું ફરજિયાત નથી. ઊલટું મોહમ્મદ પયગમ્બરે તેમના અનુયાયીઓને ગાયનું માંસ નહીં ખાવાનું આહવાન કર્યું હતું. તેમણે એક હદીસમાં કહ્યું હતું કે ગાયના દૂધમાં સત્ત્વ છે, એના ઘીમાં રોગો મટાડવાનો ગુણ છે અને એના માંસમાં એક રોગ છે. જોકે આ આર્ટિકલ મુસલમાનોના માંસ ન ખાવા વિશે નથી. એ ગાયના માંસ નહીં ખાવા વિશે છે. મુસલમાનો દ્વારા સ્વયં ગૌમાંસ પર પ્રતિબંધ લગાવવાથી શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણ રાખવામાં મદદ મળી શકે છે. જો કાશ્મીરને મુસલમાનો ભારતનું દિલ માનતા હોય અને સૂફીવાદ એનો આત્મા હોય તો સૂફીવાદી લેખિકા સાદિયા દેહલવી લખે છે કે પરંપરાગતરીતે ગૌમાંસ અને સુવરનું માંસ અહીં નથી પીરસાતું. કશ્મીરી પંડિતો અને મુસલમાનો-બંને દ્વારા પસંદ કરવામાં આવતા વ્યજંનોમાં ઘેટાના મટનનો ઉપયોગ કરવામાં આવે છે, ના કે બીફ (માંસ)નો. વળી, આ નિર્ણય કાશ્મીરીઓએ આપસી સમજૂતીથી લીધો છે.

ભારતમાં મુખ્ય સૂફી ધર્મસ્થળોના વડાઓએ મુસલમાનોને ગોમાંસ છોડવાનો આગ્રહ કર્યો હતો. અજમેર શરીફમાં ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીના વંશે કહ્યું કે ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીએ તેમના જીવનકાળમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે શાંતિ સ્થાપવા પ્રયાસો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મુસલમાનોએ હિન્દુઓની ધાર્મિક લાગણીનું સન્માન કરતાં ગોમાંસ છોડી દેવું જોઈએ. તેમણે એ પણ પ્રતિજ્ઞા લીધી હતી કે તે અને તેમનો પરિવાર જીવનભર ક્યારેય માંસ નહીં ખાય. મારું હંમેશાં માનવું છે કે બે સમાજો વચ્ચે સંઘર્ષ ઊભો કરતા મુદ્દાને ખતમ કરવો જોઈએ. મુસલમાનોને ભારતમાં સંપ્રદાયિક સદભાવના હિતમાં ગૌમાંસનો ત્યાગ કરવાનો સંકલ્પ કરીને દાખલો બેસાડવો જોઈએ.

ગાયનું માંસ ક્યારેય ઇસ્લામિક ઓળખનો ભાગ નથી રહ્યું. હું ઇસ્લામી ઇતિહાસ પરના એક આર્ટિકલમાંથી એક ક્વોટ ટાંકું છું. ફતવા એ હમાયુની દુર્ર અલ મુખ્તાર હસન નિઝામિ અને હકીમ અજમલ ખાન સુધી એ સંદેશ વારંવાર બેવડાવવામાં આવ્યો કે ઇસ્લામમાં ગૌહત્યા ફરજિયાત નથી અને ઘેટા અને બકરાનો બલી ગૌહત્યાથી શ્રેષ્ઠ છે. વળી, ગરીબ મુસલમાન બલી ના ચઢાવે તો વાંધો નહીં. પવિત્ર કુરાન અને આરબ પરંપરા ગાયના બલીને ટેકો નથી આપતી.

મોગલ બાદશાહ બહાદુર શાહ જફરે 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં એક ફરમાન જારી કર્યું હતું કે ગાય, બળદ અથવા વાછરડાનો બલિ ચઢાવનારને દુશ્મન જાહેર કરવામાં આવશે અને તેને તેના કૃત્ય બદલ મોતની સજા આપવામાં આવશે. એ સમ્રાટ અકબર દ્વારા જારી કરવામાં આવેલા ફરમાન જેવું હતું. અબુલ ફઝલ લિખિત આઇને-એ-અકબરીમાં ગાયો પ્રત્યેના પ્રેમનો ઉલ્લેખ મળે છે. મોગલ શાસનનો બારીકીથી અભ્યાસ કરનારા ફ્રાન્સિસી યાત્રી ફ્રાન્કોઇસ બર્નિયર પણ લખે છે કે ગૌહત્યા કાયદા હેઠળ માનવ વધ સમાન હતી.

આપણે એક એવા ભારતની કલ્પના કરીએ છીએ- જ્યાં કોઈ સાંપ્રદાયિક તણાવ ના હોય. ગાય અને સૂવરનું માંસ 1857થી એક વિવાદ રહ્યો છે. શું બંને સમાજો માટે એ બાબત જાણી લેવાનો સમય નથી?

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)