નાણાપ્રધાન સીતારામનનું ઉદ્યોગ-જગતને વધુ જોખમ લેવા આહવાન

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને ઉદ્યોગ જગતને વધુ જોખમ લેવા સાથે વિશ્વાસ આપતાં કહ્યું હતું કે સરકાર નીતિગત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના નેતાઓ સાથે વાતચીત દરમ્યાન નાણાપ્રધાને કહ્યું હતું કે નીતિની ખાતરી કરવા માટે નિયામકોની મહત્ત્વની ભૂમિકા છે. સરકાર આ મુદ્દે તેમની સાથે કામ કરી રહી છે.

સ્ટાર્ટઅપની જોખમ લેવાની ક્ષમતાની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે વીજળીના દરો સહિત હરીફાઈથી સંબંધિત મુદ્દાઓ ઉકેલવા આશ્વાસન આપ્યું હતું. તેમણે ભારતની ઇક્વિટી મૂડી બનાવવા માટે સરકાર ઉદ્યોગની સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો.

એક સત્તાવાર નિવેદનમાં અર્થતંત્રમાં અનેક ક્ષેત્રોને સુવિધાજનક બનાવવા માટે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે નાણાં ક્ષેત્રે મૌલિક પરિવર્તનો થઈ રહ્યા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર નીતિને સરળ અને સુવિધાજનક બનાવી રહી છે. સૌર ક્ષેત્ર સ્ટાર્ટઅપ ભવિષ્યમાં સારુંએવું યોગદાન આપી શકે છે અને સરકાર તેમને કેવી સુવિધા આપી શકે છે. સરકાર સાંભળવા, કામ કરવાના પ્રતિસાદ આપવામાં વિશ્વાસ રાખે અને દરેક સંભવિત ટેકો પૂરો પાડશે, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં એક મજબૂત વસૂલાત માટે CIIનાં સૂચનોને શેર કરતાં અધ્યક્ષ ટીવી નરેન્દ્રને કહ્યું હતું કે નિરંતર માગ મહત્ત્વની છે અને માગનો તત્કાળ સ્રોત સરકારી ખર્ચ થવો જોઈએ.મૂડીખર્ચ માટે સરકારના દબાણનું સ્વાગત કરતાં તેમણે પાયાના માળખા પર મૂડી ખર્ચને વધારવાની ભલામણ કરતાં કહ્યું હતું કે પહેલા ત્રિમાસિકમાં આવકમાં સારોએવો ઉછાળો નોંધાયો છે.