અમેરિકામાં ભારતીય પરિવારની સરેરાશ આવક $1,23,700: અહેવાલ

વોશિંગ્ટનઃ અમેરિકામાં સરેરાશ 1,23,700 ડોલરની આવક અને 79 ટકા ગ્રેજ્યુએટ્સની સાથે સંપત્તિ અને કોલેજ શિક્ષણને મામલે અમેરિકામાં ભારતીય અન્ય સમુદાયોની તુલનાએ સૌથી આગળ છે. ભારતીયોએ આ મામલે અમેરિકાની વસતિને પાછળ છોડી છે, એમ સેન્સસનો અહેવાલ કહે છે.

અમેરિકામાં એશિયન લોકોની સંખ્યામાં છેલ્લા ત્રણ દાયકામાં આશરે ત્રણ ગણો વધારે થયો છે. એશિયનો હવે અમેરિકામાં ચાર મોટા વંશીય અને જાતીય સમૂહોમાં સૌથી ઝડપથી વધી રહી છે. અમેરિકામાં હાલમાં આશરે 40 લાખ ભારતીય રહી રહ્યા છે, જેમાં 16 લાખની પાસે વિસા છે. જ્યારે 14 લાખ સ્વાભાવિક રહેવાસી છે અને 10 લાખ અમેરિકામાં જન્મેલા રહેવાસી છે.અમેરિકામાં ભારતીયોની સરેરાશ પરિવારની આવક 1,23,700 અમેરિકી ડોલર છે, જે રાષ્ટ્રવ્યાપી સરેરાશ 63,922 અમેરિકી ડોલરથી આશરે બે ગણી છે. દેશભરમાં સરેરાશ 34 ટકાની તુલનાએ આશરે 79 ટકા ભારતીય કોલેજ ગ્રેજ્યુએટ છે.  ભારતીયો અમેરિકામાં અન્ય એશિયન સમૂહોમાં સરેરાશ પરિવારની આવક વર્ગમાં ઘણી આગળ છે. તાઇવાની 97,129 ડોલરની સાથે બીજા અને ફિલિપિન્સ 95,000 ડોલરની સરેરાશ પરિવારની આવક સાથે ત્રીજા સ્થાને છે.

જોકે રાષ્ટ્રીય સ્તર પર 33 ટકાની તુલનામાં માત્ર 14 ટકા ભારતીયોની સરેરાશ ઘરેલુ આવક 40,000 ડોલરથી ઓછી છે. ભારતીય મૂળ લોકો કોમ્પ્યુટર સાયન્સ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અને મેડિસિન ક્ષેત્રે નોકરીઓમાં એક ભાગ છે. અમેરિકામાં નવ ટકા ભારતીય મૂળના ડોક્ટર છે અને એમાંથી અડધા ઇમિગ્રન્ટ્સ છે.