Home Tags Mahashivratri

Tag: Mahashivratri

30 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ: મહાશિવરાત્રિએ કચ્છ શિવમય

આજે મહાશિવરાત્રિ... કચ્છના 470 વર્ષના ઈતિહાસમાં ક્યારેય ન થઈ હોય એવી શિવકથા 19 ફેબ્રુઆરીથી શરુ થઈ જે આગામી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. નવ દિવસની અદ્વિતીય કથાનું ભૂજના કૈલાશ માનસરોવર ધામમાં...

જૂનાગઢમાં જામી રંગત, નાગા સાધુઓની ધૂણીએ શિશ...

જૂનાગઢ- ગરવા ગિરનારની ગોદમાં ખુબજ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે શિવરાત્રીનો કુંભ મેળો. શિવરાત્રી મેળામાં સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી લાખો યાત્રાળુઓ ઉમટી પડયા હતાં. ગિરનાર ક્ષેત્રમાં આવેલા તમામ...

ભવનાથમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ, એક ઝલક…

જૂનાગઢઃ આથમતી સંધ્‍યાએ જીવ શિવની ઉપાસના કરવાની શુભ ભાવનાથી જોડાયેલ મેળો એટલે ભવનાથ મહાદેવનો મહાશિવરાત્રિ મેળો. જૂનાગઢ  ગીરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં આ મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં...

અમદાવાદમાં 27 લાખ રુદ્રાક્ષનું સવા 35 ફૂટ...

અમદાવાદઃ  અમદાવાદનાં આંગણે આયોજિત અભૂતપૂર્વ મહાશિવરાત્રિ મહોત્સવની તડાંમાર તૈયારીઓ થઈ રહી છે. 27 ફેબ્રુઆરીને મંગળવારથી મહોત્સવનો વિધિવત આરંભ કરવામા આવશે. 26 તારીખે સવારે ૮:૦૦ વાગ્યે શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા 100 ફુટ હેબતપુર  - થલતેજ રોડ,  સોલા બ્રિજ પાસે,એસજી હાઈવેથી નીકળી કથાસ્થળેપહોચશે. ત્યારબાદ સ્થાપિત દેવતાઓનું પૂજન, ૨૧ કુંડી મહારુદ્ર યજ્ઞનો આરંભ અને ત્યાર બાદ સવારે ૧૦:૩૦ કલાકે આમંત્રિત સંતો તથા મહાનુભાવો અનેઆમંત્રિત મહાનુભાવો દ્વારા વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગજીનું અનાવરણ કરી દર્શન અભિષેક માટે ખુલ્લું મુકવામા આવશે. અનાવરણ બાદ તા. ૬માર્ચ બુધવાર સુધી દરરોજ સવારે ૮:૦૦થી રાત્રે ૮:૦૦ દર્શન અભિષેકનો લાભ લઈ શકશે. બપોરે ૩:૦૦ કલાકે શિવકથાનો આરંભ કરવામાં આવશે.વિખ્યાત શિવ કથાકાર બટુકભાઈ વ્યાસ દ્વારા શિવકથાનું  સંગીતમય શૈલીમાં રસપાન કરાવાશે. સાંજે ૬:૩૦ કલાકે ૧૦૮દીવાની ભવ્ય રુદ્રાક્ષ મહાશિવલિંગ આરતી કરવામાં આવશે. તારીખ 27 ફેબ્રુઆરીથી 6 માર્ચ પ્રતિદિન સવારે ૮:૦૦ કલાકે મહાશિવલિંગજી સન્મુખ સમૂહ રુદ્રાભિષેક કરવામા આવશે અને પ્રતિદિન સવારે ૯:૦૦ થી૧૨:૦૦ મહારુદ્ર યજ્ઞ, પ્રતિદિન સાંજે ૩:૦૦ થી ૬:૦૦ શિવકથાનું રસપાન અને સાંજે ૬:૩૦ કલાકે રુદ્રાક્ષ મહાશિવલિંગજીની મહાઆરતી કરવામાં આવશે. રુદ્રાક્ષ મહાશિવલિંગજીનાં પાવન સાનિધ્યમાં ભારતવર્ષનાં દ્વાદશ જ્યોતિર્લિંગની ઝાંખીઓના દર્શન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયનાસહયોગથી શ્રદ્ધાળુઓ માટે નવ દિવસ રાખવામા આવશે. ૪ માર્ચ મહાશિવરાત્રિના પાવન દિવસે વિશિષ્ટ મહાપૂજા, મહાઅભિષેક, મહાઆરતીનું આયોજનકરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિના રોજ શિવકથામાં ધામધૂમપૂર્વક ભગવાન શિવ અને પાર્વતીનાં વિવાહ ઉત્સવ મનાવવામાં આવશે. મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિ અમદાવાદ અને સૌ શ્રદ્ધાળુ શિવભક્તોના સહયોગથી કૈલાસ માનસરોવરધામ, ગણેશ ગ્રાઉન્ડ, ઝાયડસ હોસ્પિટલની બાજુમા,થલતેજ, એસ.જી. હાઈવે અમદાવાદ ખાતે આયોજિત આ ભગીરથ શિવકથા, દર્શન- અભિષેક અને મહારુદ્ર યજ્ઞના ત્રિવેણી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ભાગ લેવા મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિ  અમદાવાદ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ગરવા ગિરનાર પર 27મીથી મહાશિવરાત્રિ પર્વના ભવ્ય...

જૂનાગઢઃ ભવનાથ ક્ષેત્રના મહાશિવરાત્રિ મેળાને વિશેષ દરજ્જો આપીને રાજ્ય સરકારે આ મેળાને ગિરનાર શિવરાત્રિ કુંભમેળા તરીકે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. તારીખ ૨૭મી ફેબ્રુઆરીથી તારીખ ૪થી...

સોમનાથ: શિવરાત્રિ મહાપૂજા

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નીમીતે રાત્રિના 10:00કલાકે જ્યોતપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાત્રે 11:00કલાકે સોમનાથ મહાદેવની મહાપૂજા, તેમજ 12-00 કલાકે આરતી કરવામાં આવી હતી. ...

ભગવાન શિવના ચિત્રોનું પ્રદર્શન

અમદાવાદના જોધપુરમાં આવેલ અનુપમેશ્વર મહાદેવમાં મહાશિવરાત્રિના શુભ દિવસે ભગવાન શિવના ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. શિવ ભક્ત હસમુખ પટેલની અનન્ય શિવ ભક્તિએ તેમને આ ચિત્રો દોરવા પ્રેર્યા હતા. હસમુખ પટેલે...

જૂનાગઢઃ ભવનાથ તળેટીમાં કુંભનો માહોલ, નાગા સાધુઓની...

જૂનાગઢ- જૂનાગઢનું ગીરનાર ક્ષેત્ર અને ભવનાથ તળેટી આમ તો હમેશા ચેતનાની અનુભૂતિ કરાવતી જગ્યા છે. પણ મહાશિવરાત્રિના દિવસે તો આ પાવનભૂમિનું વાતાવરણ અલૌકિક બની જાય છે. આજે પણ એ...

સોમનાથઃ મહાશિવરાત્રીના દર્શનનો લાભ લેવા ભક્તોની ભીડ

સોમનાથઃ આજે મહાશિવરાત્રીના મહાપર્વને મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે શિવ મંદીરોમાં ઉમટી પડ્યા છે. ત્યારે પ્રથમ જ્યોતીર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ...

મહાશિવરાત્રીઃ ભોળાનાથના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ

અમદાવાદઃ આજે મહાશિવરાત્રીના મહાપર્વને લઈને શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભગવાન શિવના દર્શન કરવા ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ...