અમદાવાદમાં 27 લાખ રુદ્રાક્ષનું સવા 35 ફૂટ ઊચું રુદ્રાક્ષ મહાશિવલિંગ

અમદાવાદઃ  અમદાવાદનાં આંગણે આયોજિત અભૂતપૂર્વ મહાશિવરાત્રિ મહોત્સવની તડાંમાર તૈયારીઓ થઈ રહી છે. 27 ફેબ્રુઆરીને મંગળવારથી મહોત્સવનો વિધિવત આરંભ કરવામા આવશે.

26 તારીખે સવારે ૮:૦૦ વાગ્યે શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા 100 ફુટ હેબતપુર  – થલતેજ રોડ,  સોલા બ્રિજ પાસે,એસજી હાઈવેથી નીકળી કથાસ્થળેપહોચશે. ત્યારબાદ સ્થાપિત દેવતાઓનું પૂજન, ૨૧ કુંડી મહારુદ્ર યજ્ઞનો આરંભ અને ત્યાર બાદ સવારે ૧૦:૩૦ કલાકે આમંત્રિત સંતો તથા મહાનુભાવો અનેઆમંત્રિત મહાનુભાવો દ્વારા વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગજીનું અનાવરણ કરી દર્શન અભિષેક માટે ખુલ્લું મુકવામા આવશે. અનાવરણ બાદ તા. ૬માર્ચ બુધવાર સુધી દરરોજ સવારે ૮:૦૦થી રાત્રે ૮:૦૦ દર્શન અભિષેકનો લાભ લઈ શકશે. બપોરે ૩:૦૦ કલાકે શિવકથાનો આરંભ કરવામાં આવશે.વિખ્યાત શિવ કથાકાર બટુકભાઈ વ્યાસ દ્વારા શિવકથાનું  સંગીતમય શૈલીમાં રસપાન કરાવાશે. સાંજે ૬:૩૦ કલાકે ૧૦૮દીવાની ભવ્ય રુદ્રાક્ષ મહાશિવલિંગ આરતી કરવામાં આવશે.

તારીખ 27 ફેબ્રુઆરીથી 6 માર્ચ પ્રતિદિન સવારે ૮:૦૦ કલાકે મહાશિવલિંગજી સન્મુખ સમૂહ રુદ્રાભિષેક કરવામા આવશે અને પ્રતિદિન સવારે ૯:૦૦ થી૧૨:૦૦ મહારુદ્ર યજ્ઞ, પ્રતિદિન સાંજે ૩:૦૦ થી ૬:૦૦ શિવકથાનું રસપાન અને સાંજે ૬:૩૦ કલાકે રુદ્રાક્ષ મહાશિવલિંગજીની મહાઆરતી કરવામાં આવશે.

રુદ્રાક્ષ મહાશિવલિંગજીનાં પાવન સાનિધ્યમાં ભારતવર્ષનાં દ્વાદશ જ્યોતિર્લિંગની ઝાંખીઓના દર્શન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયનાસહયોગથી શ્રદ્ધાળુઓ માટે નવ દિવસ રાખવામા આવશે. ૪ માર્ચ મહાશિવરાત્રિના પાવન દિવસે વિશિષ્ટ મહાપૂજા, મહાઅભિષેક, મહાઆરતીનું આયોજનકરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિના રોજ શિવકથામાં ધામધૂમપૂર્વક ભગવાન શિવ અને પાર્વતીનાં વિવાહ ઉત્સવ મનાવવામાં આવશે.

મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિ અમદાવાદ અને સૌ શ્રદ્ધાળુ શિવભક્તોના સહયોગથી કૈલાસ માનસરોવરધામ, ગણેશ ગ્રાઉન્ડ, ઝાયડસ હોસ્પિટલની બાજુમા,થલતેજ, એસ.જી. હાઈવે અમદાવાદ ખાતે આયોજિત આ ભગીરથ શિવકથા, દર્શન- અભિષેક અને મહારુદ્ર યજ્ઞના ત્રિવેણી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ભાગ લેવા મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિ  અમદાવાદ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]