મુકેશ અંબાણીએ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા

ભારતના નંબર-1 શ્રીમંત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ 18 ફેબ્રુઆરી, શનિવારે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં જઈને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. એમની સાથે એમના મોટા પુત્ર આકાશ પણ હતા (જેઓ રિલાયન્સ જિયો કંપનીના ચેરમેન છે). એમણે મંદિરમાં અભિષેક કર્યો હતો અને સોમનાથ મંદિર ટ્રસ્ટને રૂ. 1 કરોડ 51 લાખનું દાન પણ કર્યું હતું. સોમનાથ મંદિર દેશમાં 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. તે ગીર સોમનાથ જિલ્લામાં અને અરબી સમુદ્રના કાંઠે વેરાવળ બંદર-શહેર નજીક આવેલું છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન પી.કે. લાહિરી અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ અંબાણી પિતા-પુત્રનું સ્વાગત કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]