ભવનાથમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ, એક ઝલક…

જૂનાગઢઃ આથમતી સંધ્‍યાએ જીવ શિવની ઉપાસના કરવાની શુભ ભાવનાથી જોડાયેલ મેળો એટલે ભવનાથ મહાદેવનો મહાશિવરાત્રિ મેળો. જૂનાગઢ  ગીરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં આ મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં ભારતના જુદા જુદા સ્થળોથી હજારો સાધુસંતો આવીને ધૂણી ધખાવીને બેસે છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ છે નાગા બાવાઓનુ સરઘસ (રવેડી) જેમાં તેઓ હેરતભર્યા દાવ રજૂ કરે છે.  સૌ પ્રથમ મંદિરમાં પૂજનઅર્ચન કર્યા પછી મંદિરમાં ધ્વજારોહણ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવે છે. મેળો 6 દિવસ સુધી ચાલે છે.

એક એવી પ્રબળ માન્યતા છે કે આ મેળામાં સર્વે સિદ્ધો અને સંતોને જયાં હોય ત્યાંથી એક વાર અહીં આવવું આવશ્યક છે. ગેબમાં રહેતાં અને અપ્રગટ રહેતા અઘોરીઓ પણ આ મેળામાં ભવનાથના દર્શને અને મૃગીકુંડમાં મહાશિવરાત્રિનું સ્નાન કરવા આવે છે. મેળાના પ્રારંભે અમારા દર્શકો માટે ભવનાથના મહાશિવરાત્રિ મેળાને લઈને રજૂ કરીએ છીએ નાનકડી ઝલક…